- પોલીસે આઇશર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- શાંન્તુભાઈ વેગડના બાઈક ને ટક્કર મારતાં રોડ પર ફ્ંગોળાતા અકસ્માત સર્જાયો હતો
- મૃતક શાન્તુભાઇ વેગડને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે
ચોટીલા અમદાવાદ હાઈવે પર બળદેવ હોટલ પાસે આવેલ એચપી પેટ્રોલ પંપમાં નોકરી કરતા શાંતુભાઈ દડુભાઈ વેગડ (ઉ.વર્ષ 42) રહે.ઢેઢુકી તાલુકો સાયલા એચપીના પેટ્રોલ પંપ સામે આવેલ હોટલ પર ચા લેવા ગયા હતા ત્યાંથી રિટર્ન આવતા તે દરમિયાન પાછળથી પુરઝડપે આવતા આઇસર GJ19 T 5262 વાળાએ શાંન્તુભાઈ વેગડના બાઈક GJ13BD5200ને ટક્કર મારતાં રોડ પર ફ્ંગોળાતા અકસ્માત સર્જાયો હતો. જેઓને પ્રથમ ચોટીલા રેફ્રલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી ત્યાંથી તેમને રાજકોટ જી.ટી.શેઠ હોસ્પિટલ ખાતે રિફ્ર કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક શાન્તુભાઇ વેગડને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે નાના એવા ઢેઢુકી ગામમાં યુવાનનું અકસ્માતે મોત નિપજતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આગળની તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.


