- દાહોદમાં રનિંગ કરતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક
- 30 વર્ષીય અશ્વિન શર્માનું હાર્ટ એટેકથી મોત
- સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં રનિંગ કરતી વખતે આવ્યો એટેક
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયુ છે. જેમાં દાહોદમાં રનીંગ કરતી વખતે યુવકને એટેક આવ્યો છે. પોલીસ ભરતીની તૈયારી કરતા યુવકને એટેક આવ્યો છે. તેમાં 30 વર્ષીય અશ્વિન શર્માનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં રનીંગ કરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો
સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં રનીંગ કરતી વખતે યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. દાહોદમાં રનીંગ કરી રહેલા યુવકનુ હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ટીઆરબીમાં ફરજ બજાવતો યુવક પોલીસ ભરતીની તૈયારી કરતો હતો. 30 વર્ષીય અશ્વિન શર્મા વહેલી સવારે પરેલના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી માટે દોડના ગયો હતો. અને યુવાનને અચાનક ગ્રાઉન્ડ પર હાર્ટ એટેક આવ્યો હતો.
નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત
નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં મહેસાણાના બહુચરાજીના મંડાલી ગામે 17 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતુ. ધોરણ-12 માં અભ્યાસ કરતાં સેધાભાઈ રબારી નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. રાતે સુતો હતો ત્યારે અચાનક એટેક આવ્યો હતો. નાના ગામમાં યુવાનને એટેક આવતાં લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી. હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે.
2022માં હાર્ટ એટેકના કારણે 32,457 લોકોના મોત થયા
ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા જારી કરાયેલા નવા આંકડા મુજબ, પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસમાં 12.5%નો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ 2022માં હાર્ટ એટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જ્યારે 2021માં હાર્ટ એટેકના કારણે 28,413 લોકોના મોત થયા હતા.


