- અમદાવાદના યુવકે કડી નજીક કેનાલમાં કર્યો આપઘાત
- આપઘાત પહેલા યુવકે બનાવ્યો વીડિયો
- રેલવેના કેબલની ચોરી અંગે અમે કંઇ જાણતા નથી: અંતિમ શબ્દો
અમદાવાદના કાળીગામના યુવક પર ચોરીના આક્ષેપ લાગતા યુવકે આપઘાત કર્યો છે. અમદાવાદના યુવકે કડી નજીક કેનાલમાં આપઘાત કર્યો છે. કાળી ગામના અમૃત દંતાણી નામના યુવકે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો. અને જણાવ્યું હતુ કે અમારી જ્ઞાતિના કોઇ ચોર નથી, અમને ફસાવે છે.
કાકા અમને ન્યાય અપાવજો આ અંતિમ શબ્દો સાથે આપઘાત કર્યો
રેલવેના કેબલની ચોરી અંગે અમે કંઇ જાણતા નથી. કાકા અમને ન્યાય અપાવજો આ અંતિમ શબ્દો સાથે આપઘાત કર્યો છે. 25 ઓગસ્ટે યુવકની પોલીસે ધરપકડ કરી હતી. ચોરીની આશંકાએ પોલીસ ઘરમાંથી ઉઠાવી ગઇ હતી. તેમાં જેલમાંથી છૂટ્યા બાદ યુવક ગુમસુમ રહેતો હતો. તથા પેટ્રોલ પુરાવવા જવાનું કહીને કેનાલમાં કુદી આપઘાત કર્યો છે. સોશિયલ મીડિયાના જમાનામાં હવે લોકો આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી રહ્યાં છે.
32 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું
અગાઉ રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અલ્કાબેન જસમીનભાઇ પરમાર નામની 32 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતુ. પ્રાથમિક તપાસમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આ પગલુ ભર્યું હોવાનું સામે આવ્યું હતુ. પરિણીતાએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેના આધારે પરિણીતાના ભાઇએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પરિણિતાના ભાઈએ સાસરી પક્ષ સામે નોંધાવી ફરિયાદ
માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મળેલી ફરિયાદ પ્રમાણે 23 જૂનના રોજ મૃતકના ભાઈ તે બરવાળા હતા ત્યારે તેમની ભાણેજ તન્વીનો તેમના પર ફોન આવ્યો હતો. જેમા તેમણે જણાવ્યુ કે મમ્મીએ ઝેરી દવા પી લીધી છે અને બેભાન થઈ ગયા છે. આથી રાજકોટમાં રહેતી તેમની નાની બહેનને સાથે લઈ તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાં પહોચતા આસપાસના લોકોએ 108 ને ફોન કરીને જાણ કરી દીધી હતી. આથી 108માં મારફતે અલ્કાબેનને સીવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેની સારવાર શરૂ થઈ હતી.જો કે તેની તબિયત વધુ ખરાબ હોવાથી તેમને એમ્બ્યુલન્સમાં ગોંડલ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં પહોંચતા જ ફરજ પરના તબીબોએ અલ્કાબેનને મૃત જાહેર કર્યા હતા.


