UIDAI માતાપિતાની સંમતિથી શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાના પ્રોજેક્ટ પર કામ શરુ કર્યુ છે. UIDAI આ ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહ્યા છીએ અને તે બે મહિનામાં તૈયાર થઈ જશે. બાળકોના બાયોમેટ્રિક ડેટાની ચોકસાઈ અને વિશ્વસનીયતા જાળવવા માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સમયસર પૂર્ણ કરવું એ આવશ્યકતા છે. જો 7 વર્ષની ઉંમર પછી પણ MBU પૂર્ણ ન થાય, તો હાલના નિયમો મુજબ, આધાર નંબર નિષ્ક્રિય કરી શકાય છે. જો MBU પાંચથી સાત વર્ષની ઉંમર વચ્ચે કરવામાં આવે તો તે નિઃશુલ્ક છે.
શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ
આધાર કસ્ટોડિયન ઓર્ગેનાઇઝેશનના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે UIDAI બે મહિના પછી તબક્કાવાર શાળાઓમાં બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ શરૂ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO ભુવનેશ કુમારે માહિતી આપી હતી કે, 7 કરોડથી વધુ બાળકોએ 5 વર્ષની ઉંમર પછી ફરજિયાત આધાર કાર્ડ માટે તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા નથી. અપડેટ બાયોમેટ્રિક શાળા પ્રવેશ, પ્રવેશ પરીક્ષાઓ માટે નોંધણી, શિષ્યવૃત્તિ મેળવવા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓ વગેરે જેવી સેવાઓ મેળવવામાં આધારનો સીમલેસ ઉપયોગ સુનિશ્ચિત કરે છે.
બાળકોને મળશે લાભો
હાલમાં, નવજાત શિશુઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો આધાર તેમના બાયોમેટ્રિક્સ વિના જનરેટ કરવામાં આવે છે. અધિકારીએ કહ્યું કે, ઘણી સરકારી યોજનાઓ હેઠળ લાભો પૂરા પાડવા માટે આધાર મહત્વપૂર્ણ છે. બાળકોને યોગ્ય સમયે બધા લાભો મળે. શાળાઓ દ્વારા, અમે શક્ય તેટલા બાળકો સુધી અનુકૂળ રીતે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ હેઠળ, UIDAI તમામ જિલ્લાઓમાં બાયોમેટ્રિક મશીનો મોકલશે. જે એક શાળાથી બીજી શાળામાં ફેરવવામાં આવશે.