વધુ વાંચો : ફટાકડા ફૂટવા શરૂ થતા જ શહેરના પ્રદૂષણમાં 51-ટકાનો વધારો, AQI 132થી 199
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધતાં લોકોને હવે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. દિવસ દરમિયાન તેમજ મોડી સાંજથી જ જાણે આંખોમાં રીતસરની બળતરા થવા લાગે છે. શહેર આખું જાણે પ્રદૂષણથી ઘેરાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચુકી છે.
વધુ વાંચો : ધનતેરસ, દિવાળીમાં માગ વધતાં જ ગલગોટાના ભાવોમાં ઉછાળો
દિવાળીના પાંચ દિવસીય તહેવારમાં ધનતેરસથી ભાઈબીજ સુધી ફૂલોના હાર અને છૂટ્ટા ફૂલોની માગમાં મોટો ઉછાળો આવ્યો છે. ધનતેરસ અને દિવાળીની દિવસે ચોપડા પૂજનમાં ગલગોટા ફૂલની માંગ વધુ રહે છે. જેના લીધે ગલગોટા ફૂલના ભાવો ડબલ થઈ ગયા છે.
વધુ વાંચો : તમે આગ સાથે રમી રહ્યા છો : રાજ્યપાલોને સુપ્રીમની ફટકાર
રાજ્ય સરકારો દ્વારા પાસ કરવામાં આવેલાં બિલોને મંજૂર કરવાને બદલે લટકાવી રાખવાનાં પંજાબ અને તામિલનાડુનાં રાજ્યપાલોનાં વલણ સામે સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી.
વધુ વાંચો : દિવાળી બેસતાં જ રૂ. 15માં મળતાં ટામેટાંના રૂ. 55 થયાં
છ માસમાં ટામેટાંના ભાવોમાં મોટી વધઘટ થતા વેપારીઓ અને ગૃહિણીઓ પરેશાન થઈ ગયા છે. એક સમયે ટામેટા હોલસેલમાં રૂ.5 કિલો અને રિટેઈલમાં રૂ.15 કિલો મળતા હતા જે વધીને એક સમયે રૂ.260 કિલો થઈ ગયા હતા.
વધુ વાંચો : પાકિસ્તાન માટે આજે ‘મિશન ઇમ્પોસિબલ’, ચેમ્પિયન્સ ટ્રોફી ઈંગ્લેન્ડનો ટાર્ગેટ રહેશે
ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની ટીમ ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે શનિવારે રમાનારી વર્લ્ડ કપની લીગ મેચ માટે મેદાનમાં ઉતરશે ત્યારે કોઇ ચમત્કાર જ તેને સેમિફાઈનલમાં પહોંચાડી શકે છે.
વધુ વાંચો : જયપુરના પ્રાઇવેટ લૉકર્સમાંથી હજુ સુધી 7 કરોડ રોકડા, 12 કિલો સોનું જપ્ત
આવકવેરા વિભાગની ટીમ જયપુરના ગણપતિ પ્લાઝામાં પ્રાઇવેટ લૉકર્સ ખોલી રહી છે. આ લૉકર્સમાંથી અત્યાર સુધીમાં 7 કરોડ રૂપિયા જેટલી રોકડ રકમ તથા 12 કિલો સોનું જપ્ત કરાયું છે.
વધુ વાંચો : વિશ્વની સૌથી મોટી ચીનની ICBC બેંક ઉપર રેન્સમવેર એટેક
અસ્કયામતોની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી બેંક ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના લિમિટેડ (ICBC) પર રેન્સમવેર એટેકના પગલે આ બેંકના અમેરિકી યુનિટને અસર થઇ છે અને અમેરિકાના ટ્રેઝરી માર્કેટમાં વ્યવહારો ઠપ થયા છે.
વધુ વાંચો : દિવાળીના તહેવારમાં ટ્રાફિકની કમઠાણ, શહેરમાં ઠેર ઠેર વાહનચાલકો હેરાન પરેશાન
દિવાળીના તહેવારમાં ટ્રાફિકની રોક્કળ શરૂ થઈ છે, શહેરના પશ્ચિમ અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રીયતાને કારણે હજારો વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને શહેરના બજારોમાંથી પસાર થવું વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યું છે.
વધુ વાંચો : નવેમ્બર 9-સુધીમાં સીધા કરવેરાની વસૂલાત 17.6 ટકા વધીને રૂ. 12.3 ટ્રિલિયન થઇ
દેશમાં 9મી નવેમ્બર સુધીમાં સીધા કરવેરાની કુલ આવક રૂ. 12.37 ટ્રિલિયન થઈ છે જે ગયા વર્ષનાં આ જ ગાળાની સરખામણીમાં 17.5 ટકાનો વધારો દર્શાવે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)નાં જણાવ્યા મુજબ રિફંડ સિવાય સીધા કરવેરાની ચોખ્ખી આવક 21.8 ટકા વધીને રૂ. 10.6 ટ્રિલિયન થવા પામી છે 1 એપ્રિલથી 9 નવેમ્બર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરદાતાઓને રૂ. 1.77 ટ્રિલિયનનું ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.