વડોદરાનો યુવક દાણચોરી કરવા દુબઈથી ગુદાના ભાગે 50 લાખનું સોનું છુપાવીને અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો અને ઇમિગ્રેશન બાદ બહાર પણ આવી ગયો હતો. જોકે, એરપોર્ટ પરથી એટીએસના અધિકારી તરીકે ઓળખ આપી અજાણ્યા શખ્સે તેનું અપહરણ કર્યું હતું.
રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની કુલ 2,600 જગ્યા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં કુલ 127 જગ્યા પર ઉમેદવારો હાજર ન થતાં આ જગ્યા ખાલી પડી છે જેથી ખાલી પડેલી જગ્યામાં આગામી સમયમાં વેઇટિંગ લીસ્ટ ખોલવામાં આવશે.
પાછલા કેટલાક મહિનામાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે સમગ્ર ટેક્નોલોજીમાં પોતાનો દબદબો ઊભો કરી દીધો છે. લગભગ દરેક ટેક કંપનીઓ આ રેસમાં ભાગ લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
કેરળના દક્ષિણ જિલ્લાના અદૂરમાં એક ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતે પંડાલમના કુરમપાલાના મૂળ નિવાસી 63 વર્ષીય થોમસ સેમ્યુઅલને એક બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગુનાસર 106 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
સાઉથ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમાનું વર્લ્ડ કપની સેમિફાઇનલમાં રમવું શંકાસ્પદ બન્યું છે. શુક્રવારે અફઘાનિસ્તાન સામેની મેચમાં સ્નાયુ ખેંચાઇ (હેમસ્ટ્રિંગ) જવાની ઇજા થઇ હતી.
મેન ઓફ ધ મેચ બનેલા મિચેલ માર્શના અણનમ 177 તથા વોર્નર અને સ્મિથે નોંધાવેલી અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની 43મી મેચમાં બાંગ્લાદેશને 32 બોલ બાકી રાખીને આઠ વિકેટ હરાવવાની સાથે ટૂર્નામેન્ટમાં સતત સાતમો વિજય હાંસલ કર્યો હતો.
વધુ વાંચો : MP કોંગ્રેસમાં 3 પરિવાર, સાવધ રહો :શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મધ્ય પ્રદેશના બદનાવરમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં કોંગ્રેસના પરિવારવાદની વાત કરી હતી. તેમણે તીન તિગાડા, કામ બિગાડા કહેવત સાથે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં ત્રણ પરિવાર છે.
એસટી નિગમ દ્વારા દિવાળી તહેવારોને લીધે 1700થી 2200 જેટલી એક્સ્ટ્રા બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દિવાળી એક્સ્ટ્રા સંચાલનમાં શુક્રવારના રોજ માત્ર એક જ દિવસમાં રાજ્યમાં કુલ 2,31,890 પ્રવાસીઓ મુસાફરી કરી હતી, જેના થકી નીગમને રૂ.5.62 કરોડની આવક થઈ છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન કવન પર આધારિત ફિલ્મ ‘મેં અટલ હું’ના રિલીઝ પહેલા નાના પરદા પર ‘અટલ’નામે સિરિયલનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિરિયલમાં અટલ બિહારી વાજપેયીના બાળપણના કિસ્સાઓ પર પ્રકાશ પાડવામાં આવશે.
એફ્એમસીજી સેક્ટરે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 8.6 ટકાનો મજબૂત વૃદ્ધિ દર નોંધાવ્યો છે. જે દેશમં પોઝિટિવ કન્ઝ્મ્પ્શન પેટર્ન્સનો સંકેત આપે છે. મોંઘવારીમાં ઘટાડા પાછળ વપરાશમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું માનવામાં આવે છે.