વધુ વાંચો : રાજ્યના 9 હજારમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરી નવી ભરતી કરાશે
રાજ્યમાં ટ્રાફિક નિયમન કરવાને બદલે કેટલાક ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનચાલકોને ઉભા રાખીને તોડપાણી કરતા હોવાની ઘટનાઓ અનેક સામે આવી હતી. આટલુ જ નહીં, ટ્રાફિક બ્રિગેડના જવાનોને વાહનચાલકોને રોકીને ડોક્યુમેન્ટ માંગવાની કે દંડ આપવાની સત્તા ન હોવા છતાં ઠેરઠેર ટીઆરબી જવાનો વાહનચાલકોને વ્હીકલ ડિટેઇન કરવાની ધમકી આપીને તોડપાણી કરતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યુ હતુ.
વધુ વાંચો : ‘KGF’ ફેમ યશે દીકરાની શાનદાર બર્થડે પાર્ટી હોસ્ટ કરી
‘KGF’ ફેમ એક્ટર યશ અને તેમની પત્ની રાધિક પંડિતે તેમના પુત્ર યથર્વના ચોથા જન્મદિવસ પર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીનો વીડિયો યશની પત્ની રાધિક પંડિતે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
વધુ વાંચો : ઓપનAIના CEO પદેથી સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી
ઓપનAIના કો-ફઉન્ડર અને સીઈઓ સેમ ઓલ્ટમેનની કંપનીના બોર્ડ તરફ્થી હકાલપટ્ટીએ સમગ્ર ટેક્નોલોજી વિશ્વને આંચકો આપ્યો છે. વિશ્વભરમાં જનરેટીવ એઆઈના ચહેરા સમાન ઓલ્ટમેનને આકસ્મિકપણે કંપનીમાં દૂર કરવાના પગલાએ ઘણી અટકળઓને જન્મ આપ્યો છે
વધુ વાંચો : VVIPની સુગમતા માટે એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી આઈકોનિક રોડ બનાવાશે
AMC દ્વારા અમદાવાદ એરપોર્ટથી ઈંદિરાબ્રિજ સર્કલ સુધીના VIP રોડને આઈકોનિકલ રોડ તરીકે ડેવલપર કરવામાં આવશે અને આ હેતુસર હયાત રોડને વધુ પહોળો કરીને 90 મીટર પહોળો બનાવાશે.
વધુ વાંચો : ડીપ ફેક : કડક પગલાં લેવા સોશિયલ મીડિયાને ચેતવણી
કેન્દ્રની મોદી સરકાર ડીપફેક વીડિયો મુદ્દે મોટા પગલાં લેવાની તૈયારી કરી રહી છે. ડીપફેક વીડિયો મુદ્દે સરકાર ટૂંકસમયમાં વિવિધ સોશિયલ મીડિયા પ્સેટફોર્મ સાથે બેઠક યોજી શકે છે.
વધુ વાંચો : ટોસ જીતો મેચ જીતો, 325નો ટાર્ગેટ વિનિંગ સાબિત થશે
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે યજમાન ભારત અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આઇસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ ઉપર વિશ્વના કરોડો લોકોની નજર રહેશે.
વધુ વાંચો : કોહલી સહિત નવ ખેલાડીઓ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટના એવોર્ડની રેસમાં
આઇસીસીએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર નવ ખેલાડીઓને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે નોમિનેટ કર્યા છે જેમાં ચાર ભારતીય ખેલાડી સામેલ છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વાધિક રન બનાવનાર વિરાટ કોહલી તથા હાઇએસ્ટ વિકેટ ઝડપનાર મોહમ્મદ શમી ઉપરાંત ભારતીય સુકાની રોહિત શર્મા અને પેસ બોલર જસપ્રીત બુમરાહને શોર્ટલિસ્ટ કર્યા છે.
વધુ વાંચો : ફાઇનલ પહેલાં પેટ કમિન્સે ભારતીય સમર્થકોને છંછેડયા
ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સે ભારત સામે રવિવારે રમાનારી ફાઇનલ પહેલાં હૂંકાર કરીને નિવેદન કર્યું હતું કે રમતગમતોમાં હોમ ટીમને સ્થાનિક પ્રેક્ષકોનું સમર્થન મળે તે સામાન્ય બાબત છે પરંતુ મારી રમત દ્વારા એક લાખ કરતાં વધુ ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં સન્નાટો છવાઇ જશે અને પ્રેક્ષકો ચૂપ થઇ જશે.
વધુ વાંચો : લોકસભામાં 700થી વધુ પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પેન્ડિંગ
લોકસભામાં 700થી વધુ પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. આમાંના કેટલાક બિલ તો કોઈ ગુના માટે દંડ અને સજાની જોગવાઈઓમાં સુધારો કરવાની તેમજ ચૂંટણી કાયદામાં સુધારાની માગણી કરતા છે જે વર્ષોથી પાસ થયા વિના લટકી રહ્યા છે.