- નેધરલેન્ડ સામે રોહિત અને શુભમન ગિલની શાનદાર ઇનિંગ્સ
- આકાશ ચોપડાએ ઓપનિંગ પાર્ટનરશિપ અંગે આપી પ્રતિક્રિયા
- ભારતે વર્લ્ડકપ 2023માં ભારતે સતત 9 મેચ જીતી
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ વર્લ્ડકપ 2023માં નેધરલેન્ડ સામે રોહિત શર્મા અને શુભમન ગિલની શાનદાર ઇનિંગ્સ પર મોટી પ્રતિક્રિયા આપી છે. આકાશ ચોપડાના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને ખૂબ જ વિસ્ફોટક શરૂઆત અપાવી હતી અને તે પછી તેમણે પાછળ વળીને જોયું નથી.
નેધરલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે ખૂબ જ શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ 54 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન અને શુભમન ગિલે 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર 11.5 ઓવરમાં 100 રનની પાર્ટનરશિપ કરી હતી.
ઓપનિંગ પાર્ટનરશિપ અંગે પ્રતિક્રિયા
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ ટીમ ઈન્ડિયાની મજબૂત બેટિંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. આકાશ ચોપડાએ કહ્યું કે, બોલિંગમાં વધારે તીક્ષ્ણતા નહોતી અને પીચ પણ એકદમ સપાટ હતી. જો કે રોહિત શર્મા અને શુભમન ગિલ સારી બેટિંગ કરી હતી પરંતુ અંતમાં આઉટ થઈ ગયા હતા. શુભમન ગિલ ફિફ્ટી ફટકારી અને જ્યારે તે પેવેલિયનમાં જઈ રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. એવું લાગી રહ્યું હતું કે તે 100 કે 150 રન ચુકી ગયો હતો. રોહિત શર્મા માટે પણ આવી જ વાત કહી શકાય, કારણ કે તે પણ ઘણી સારી બેટિંગ કરી રહ્યો હતો. જ્યારે તે પણ આઉટ થયો ત્યારે તેને લાગ્યું કે તેણે એક મોટી તક ગુમાવી દીધી છે. ગત વખતે જ્યારે તે દિવાળી પર રમ્યો હતો ત્યારે તેણે બેવડી સદી ફટકારી હતી પરંતુ આ વખતે તે તેમ કરી શક્યો નહોતો.
ભારતનું વર્લ્ડકપમાં પ્રદર્શન
આ વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ટીમે અત્યાર સુધી 9 મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને તેણે તમામ ટીમોને હરાવી છે. વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલીએ 9 મેચમાં 594 રન બનાવીને ટોપ સ્કોરર છે.


