- AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલની મુશ્કેલી વધી
- આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો મામલો
- ડૉક્ટર રાજેન્દ્ર ભાટીને સુસાઇડ માટે પ્રેરિત કરવાનો મામલો
AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. આત્મહત્યા કરવા માટે પ્રોત્સાહિત કરવા મામલે તેઓ દોષિત જાહેર થયા છે. આપ પાર્ટીના દેવલીના ધારાસભ્ય પ્રકાશ જરવાલને રાઉસ એવન્યુકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે.
કયા કેસમાં દોષિત ?
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દક્ષિણ દિલ્હીના એક ડૉક્ટરની આત્મહત્યાના સંબંધમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જરવાલ અને અન્ય લોકોને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે
શું છે આરોપ ?
કોર્ટે AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલને IPCની કલમ 306 અને 120 B હેઠળ દોષિત ઠેરવ્યા છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2020માં ડોક્ટર રાજેન્દ્ર ભાટીએ પોતાના ઘરમાં ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ મળી હતી, જેમાં AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલના નામનો ઉલ્લેખ હતો. પ્રકાશ જરવાલ અને તેના સહયોગી પર સતત ધમકીઓ આપવાનો પણ આરોપ હતો.


