- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ
- ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે
- ત્રીજી ટેસ્ટમાં પાકિસ્તાનના બન્ને ઓપનર શૂન્ય પર આઉટ
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી અને ત્રીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. જે આજ સુધી કોઈ ટીમના નામે નોંધાયો નથી. નવા કેલેન્ડર વર્ષની શરૂઆતમાં જ પાકિસ્તાની બંને ઓપનિંગ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા છે.
પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. જેમાં છેલ્લી મેચ આજે (3 જાન્યુઆરી)થી સિડનીમાં રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ ટોસ જીત્યા પછી પણ તે કંઇ ખાસ કરી શક્યુ ન હતું અને પાકિસ્તાનના બંને ઓપનિંગ બેટ્સમેન બીજી જ ઓવરમાં પેવેલિયન પરત ફર્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાઈ ગયો હતો.
ટેસ્ટ ફોર્મેટમાં પ્રથમ વખત બન્યુ
ક્રિકેટના 147 વર્ષ જૂના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતુ. ટેસ્ટ ફોર્મેટમાં આવુ પ્રથમ વખત બન્યુ હશે કે નવા કેલેન્ડર વર્ષની શરૂઆત કરતી વખતે જ બંને ઓપનર બેટ્સમેન શૂન્ય પર આઉટ થઇ ગયા હોય. જો કે આજથી આ શરમજનક રેકોર્ડ હવે પાકિસ્તાનના નામે નોંધાઈ ગયો છે. ત્રીજી ટેસ્ટ મેચમાં અબ્દુલ્લા શફીક સાથે ઇનિંગની શરૂઆત કરવા મેદાનમાં સઇમ અય્યુબ આવ્યો હતો. બંને બેટ્સમેનોના ફલોપ રહ્યા. સ્થિતિ એવી બની કે બંને ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા.
બંને ઓપનર બેટ્સમેન શૂન્ય પર આઉટ
શફીકને જ્યારે મિચેલ સ્ટાર્કે સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયનનો રાસ્તો બતાવ્યો. તે જ દરમિયાન અય્યયુબને જોશ હેઝલવુડના વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવી પેવેલિયન જવાની ફરજ પાડી હતી. જો કે, આ ખરાબ શરૂઆત પછી પણ પાકિસ્તાને 300નો આંકડો પાર કરી લીધો છે. ટીમના માટે મોહમ્મદ રિઝવાને મિડલ ઓર્ડરમાં ટીમ માટે 88 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રિઝવાન ઉપરાંત સાતમા ક્રમે બેટિંગ કરી રહેલા આગા સલમાન પણ ફિફટી ફટકારવામાં સફળ રહ્યો હતો. તેણે 67 બોલમાં 53 રનનું યોગદાન આપ્યું છે. આ બે બેટ્સમેન સિવાય આમેર જમાલ 70 રન બનાવ્યા બાદ પણ અણનમ છે. 74 ઓવરના અંતે ટીમનો સ્કોર નવ વિકેટના નુકસાન પર 312 રન છે.


