By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Abhishek Sharma Family Tree: બેટિંગ બોલિંગથી ધૂમ મચાવનાર ક્રિકેટરનો આવો છે પરિવાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Abhishek Sharma Family Tree: બેટિંગ બોલિંગથી ધૂમ મચાવનાર ક્રિકેટરનો આવો છે પરિવાર

Last updated: 2025/02/02 at 11:14 PM
1 year ago
Share
Abhishek Sharma Family Tree: બેટિંગ બોલિંગથી ધૂમ મચાવનાર ક્રિકેટરનો આવો છે પરિવાર
SHARE

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝની પાંચમી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. મેચની પહેલી ઈનિંગમાં અભિષેક શર્માએ શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. અભિષેક શર્મા ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો. તેને 37 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી, જેમાં 5 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. અભિષેકે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી T20 મેચમાં આ કારનામું કર્યું.

ટીમ ઈન્ડિયા માટે T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયેલો છે, જે હિટમેન તરીકે પ્રખ્યાત છે. રોહિતે 35 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ રીતે, અભિષેક શર્મા ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બનવાથી માત્ર 2 બોલ ચૂકી ગયો. અભિષેક શર્માએ બેટિંગ સિવાય બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 2 વિકેટ લીધી. જાણો અભિષેક શર્માના પરિવાર વિશે.

અભિષેક શર્માનો પરિવાર

અભિષેક શર્માનો જન્મ 4 સપ્ટેમ્બર 2000ના રોજ અમૃતસર, પંજાબમાં થયો હતો. અભિષેકના પિતા રાજકુમાર શર્મા પણ એક સમયે ક્રિકેટ રમતા હતા અને હાલમાં બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરે છે. તેની માતાનું નામ મંજુ શર્મા છે, જે ગૃહિણી છે. તેને સાનિયા શર્મા અને કોમલ શર્મા નામની બે બહેનો છે. અભિષેકે માત્ર 3 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને તેના પિતા તેના પ્રથમ કોચ હતા.

અભિષેક શર્માની ઘરેલુ ક્રિકેટ કારકિર્દી

અભિષેક શર્માએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત પંજાબ તરફથી અંડર-19માં રમીને કરી હતી. તેને 2015-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 25 ફેબ્રુઆરી 2017ના રોજ, અભિષેક શર્માએ વિદર્ભ સામે પંજાબ માટે લિસ્ટ એ ડેબ્યૂ કર્યું. પોતાની પ્રથમ મેચમાં તેને 46 રનની ઈનિંગ રમી હતી અને 2 વિકેટ ઝડપી હતી. આ પછી, અભિષેકે 6 ઓક્ટોબર 2017ના રોજ 2017-18 રણજી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે પંજાબ માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું. જેમાં તેને 94 રનની ઈનિંગ રમી અને એક વિકેટ પણ પોતાના નામે કરી.

ડિસેમ્બર 2017માં તેને ન્યુઝીલેન્ડમાં આયોજિત 2018 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યાં તેને પોતાના શાનદાર પ્રદર્શનથી ભારતની અંડર-19 ટીમને વર્લ્ડકપ જીતાડવામાં મદદ કરી હતી. 28 ફેબ્રુઆરી 2021ના રોજ મધ્યપ્રદેશ સામે પંજાબ તરફથી રમતા, અભિષેક શર્માએ લિસ્ટ-એ ક્રિકેટમાં ભારતીય દ્વારા 42 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેને 2022-23 રણજી સિઝનમાં પંજાબની કપ્તાની પણ સંભાળી હતી. તેને 2023 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન 51 બોલમાં 112 રન ફટકારીને પંજાબના સ્કોર 275/6માં મદદ કરી હતી. આ કોઈપણ ભારતીય T20 ટીમ દ્વારા સૌથી વધુ T20 સ્કોર છે અને એક ઈનિંગ્સમાં સૌથી વધુ સિક્સર (22) પણ છે.

અભિષેક શર્માની IPL કારકિર્દી

અભિષેક શર્માને 2018ની IPLની ઓક્શનમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)એ રૂ. 55 લાખમાં ખરીદ્યો હતો. 12 મે 2018ના રોજ, અભિષેક શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેની IPLની શરૂઆત કરી અને માત્ર 19 બોલમાં 46 રન બનાવીને બધાને પ્રભાવિત કર્યા. અભિષેકને દિલ્હી તરફથી ઘણી મેચ રમવાની તક મળી ન હતી. જે બાદ 2019માં સનરાઈઝર્સ હૈદરાબાદે અભિષેકને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે 2021 IPL સિઝન સુધી SRH સાથે સંકળાયેલો રહ્યો અને તેને શાનદાર પ્રદર્શન કર્યું.

2022ની IPL ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ફરી એકવાર 6.50 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને અભિષેકને પોતાના કેમ્પમાં સામેલ કર્યો. 2022 IPLમાં, તેને 14 મેચ રમી અને 133.13ના સ્ટ્રાઈક રેટથી કુલ 426 રન બનાવ્યા. 2023 IPL સિઝનમાં SRH તરફથી રમતા અભિષેકે 11 મેચમાં 14.95ના સ્ટ્રાઈક રેટથી 226 રન બનાવ્યા હતા. IPL 2024 માં અભિષેક શર્માનું પ્રદર્શન તોફાની રહ્યું. અભિષેક ટ્રેવિસ હેડ સાથે પહેલા બોલથી જ બોલરો પર હુમલો કરતો હતો. સિઝનની 16 ઈનિંગ્સમાં તેને 32 ની એવરેજ અને 204 ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા. તેમના બેટમાંથી સૌથી વધુ 42 સિક્સર લાગી.

અભિષેક શર્મા સાથે જોડાયેલો વિવાદ

પંજાબના યુવા ક્રિકેટર અભિષેક શર્માનું નામ એક વિવાદમાં આવ્યું હતું. હકીકતમાં, 20 ફેબ્રુઆરી 2024 ના રોજ, તાન્યા સિંહ નામની એક મોડલે ગુજરાતના સુરતમાં તેના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે તાન્યાએ છેલ્લો ફોન અભિષેક શર્માને કર્યો હતો, ત્યારબાદ તેને શર્માને વધુ પૂછપરછ માટે બોલાવ્યા. બાદમાં ખબર પડી કે પોલીસને તાન્યાના ફોનમાંથી બંનેની ઘણી સેલ્ફી મળી છે. રિપોર્ટ મુજબ, તેઓ રિલેશનશિપમાં હતા અને તેમનું બ્રેકઅપ થઈ ગયું, ત્યારબાદ અભિષેક શર્માએ તાન્યા સાથે વાત કરવાનું બંધ કરી દીધું.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
રાજકોટ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

Editor By Editor 6 days ago
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?