- પાકિસ્તાનમાં રામ મંદિર, હનુમાન મંદિર અને શિવ મંદિર છે
- મલેશિયામાં છે હિંદુ દેવતા મુરગનની વિશાળ મૂર્તિ છે
- ઓમાનના મસ્કટમાં પણ છે શિવ મંદિર, ગુરુદ્વારા અને શ્રીકૃષ્ણ મંદિર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે યૂએઈના બીએપીએસ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સમયે પીએમ મોદી યૂએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. મુસ્લિમ દેશ યૂએઈમાં બનેલા આ વિશાળ હિંદુ મંદિર પર ભારતમાં યૂએઈના રાજદૂત અબ્દુલ નાસિર અલે કહ્યું કે ભારત અને યૂએઈ સહિષ્ણુતા અને સ્વીકાર્યતાના મૂલ્યોના રસ્તે પોતાની દોસ્તીને વધારે મજબૂત કરી રહ્યું છે. જો કે યૂએઈ પહેલો મુસ્લિમ દેશ નથી જ્યાં હિંદુ મંદિરનું નિર્માણ કરાયું છે. દુનિયાના અનેક મુસ્લિમ દેશો કે મુસ્લિમ બહુલ આબાદીવાળા દેશમાં હિંદુ મંદિર છે.
પાકિસ્તાન
પાકિસ્તાનના પંજાબમાં ચક્રવાલ જિલ્લામાં આવેલા કટાસરાજ મંદિરનું નિર્માણ સાતમી શતાબ્દિમાં થયું હતું. આ મંદિર પરિસરમાં રામ મંદિર, હનુમાન મંદિર અને શિવ મંદિર છે.
મલેશિયા
મલેશિયા એક મુસ્લિમ બહુલ દેશ છે. અહીં હિંદુ અને તમિલ સમુદાયના લોકો પણ રહે છે. મલેશિયાના ગોમ્બાચમાં બાતૂ ગુફામાં અનેક મંદિર છે. આ ગુફાના પ્રવેશ દ્વાર પર હિંદુ દેવતા મુરગનની વિશાળ મૂર્તિ છે.
ઈન્ડોનેશિયા
હાલમાં ઈન્ડોનેશિયમાં દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. તેની સંસ્કૃતિમાં હિંદુ રીત રિવાજની ઝલક જોવા મળે છે. ઈન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં હિંદુ મંદિર છે. નવમી સદીમાં બનેલા પ્રમ્બાનન મંદિરને જોવા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ જઈ ચૂક્યા છે.
બાંગ્લાદેશ
1.6 કરોડથી વધારેની આબાદીવાળા બાંગ્લાદેશમાં 10 ટકા હિંદુઓ છે. રાજધાનીમાં ઢાકેશ્વરી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. દેશના અલગ અલગ ભાગમાં અન્ય અનેક મંદિરો પણ છે.
ઓમાન
ફેબ્રુઆરી 2018માં ઓમાનના પ્રવાસ સમયે પીએમ મોદી રાજધાની મસ્કટના શિવમંદિર ગયા હતા. અહીં આ સિવાય શ્રી કૃષ્ણ મંદિર અને ગુરુદ્વારા પણ છે.
UAE
પીએમ મોદી આજથી આવતીકાલ સુધી અહીંના પ્રવાસે છે અને અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. સઉદી અરબમાં પહેલાથી હિંદુ મંદિર પણ છે. દુબઈ સંગ્રહાલયની સામે અને અલ ફહીદી સ્ટેશનથી થોડે દૂર એક શિવમંદિર છે. આ મંદિરમાં પારંપરિક શિવલિંગ અને નંદી ભગવાનની મૂર્તિ છે. આ સિવાય અહીં શિરડી તીર્થ પણ છે. દુબઈના જેબેલ અલીમાં પણ એક હિંદુ મંદિર છે. આ મંદિરની સ્થાપના ગયા વર્ષે થઈ હતી.
બહરીન
અહીં કામની શોધમાં ભારતથી અનેક લોકો આવે છે. તેમાં હિંદુઓની સખ્યા ઓછી હોય છે. તેમની ધાર્મિક આસ્થાને જોતા અહીં શિવમંદિર અને અયપ્પા મંદિરનું નિર્માણ કરાવાયું છે.
2 દિવસના પ્રવાસે છે પીએમ મોદી
યૂએઈમાં બનેલા બીએપીએસ મંદિરના ઉદઘાટનના કારણે પીએમ મોદી અહીં 13 અને 14 જાન્યુઆરીએ રોકાશે. 8 મહિનામાં પીએમ મોદી ત્રીજી વાર યૂએઈ આવ્યા છે. આ સમયે તેઓ કતર પણ જશે. પીએમ મોદીની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવાયું છે કે તેઓ 2 દિવસમાં અનેક વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે આ ભારતના દ્વિપક્ષીય સંબંધ વધુ ગાઢ બનશે.


