- આરોપી શૈલેષ ગંગદેવના ત્યાં ACBનું સર્ચ ઓપરેશન
- શૈલેષ ગંગદેવના બેન્ક લોકરમાંથી 8.97 લાખ રોકડ મળ્યા
- રાજકોટની બેન્ક લોકરમાં 6.42 લાખના સોનાના બિસ્કિટ
કચ્છના મુન્દ્રામાં લાંચિયા અધિકારી સામે ACBએ કાર્યવાહી કરી છે. જેમાં આરોપી શૈલેષ ગંગદેવના ત્યાં ACBનું સર્ચ ઓપરેશન છે. તેમાં શૈલેષ ગંગદેવના બેન્ક લોકરમાંથી રૂપિયા 8.97 લાખ રોકડ મળ્યા છે. તેમજ રાજકોટની બેન્ક લોકરમાં 6.42 લાખના સોનાના બિસ્કિટ મળ્યા છે.
કસ્ટમ અધિકારી શૈલેષ ગંગદેવના બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા
આરોપી કસ્ટમ અધિકારી શૈલેષ ગંગદેવના બેન્ક લોકર સીલ કરવામાં આવ્યા છે. અગાઉ શૈલેષ ગંગદેવના ઘરેથી રૂપિયા 14 લાખ રોકડ મળી હતી. જેમાં બે કસ્ટમ અધિકારી સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા હતા. તેમાં 3 આરોપીના 4 દિવસના રિમાન્ડ પૂરા થતા જેલમાં ધકેલાયા છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર કસ્ટમના અધિકારી દ્વારા લાંચ લેવાના મામલે કસ્ટમ અધિકારી શૈલેશ ગંગદેવના ઘર બાદ બેન્ક લોકરમાંથી 8.97 લાખ રોકડ મળ્યા છે.
જાણો સમગ્ર મામલો:
હેન્ડ બેગોનું કન્ટેનર મુન્દ્રા પોર્ટમાં નિર્વિઘ્ને પસાર કરવા કસ્ટમ ઓફિસના સુપ્રિટેન્ડેડ શૈલેષ મનસુખ ગેંગદેવ અને પ્રિવેંટિવ વિભાગના કસ્ટમ સુપ્રિટેન્ડેડ આલોક લક્ષ્મીકાંત દુબે અને વચ્ચે રહેલો નાગરિક રમેશ ગોપાલ ગઢવીનાઓએ ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી રૂ.1 લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ભુજ સ્થિત પશ્વિમ કચ્છ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લાંચિયા અધિકારીઓ અંગે ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદીએ વિદેશથી હેન્ડ બેગોનો આયાત માટે ઓર્ડર આપ્યો હતો. કન્ટેનરમાં વધુ ક્વેરી ન કાઢવા માટે લાંચ માંગી હતી. જે પછી મુન્દ્રા પોર્ટ ખાતે છટકું ગોઠવી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ કામગીરીમાં એસીબીના મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસીબીના ઇન્ચાર્જ પીઆઇ એલએસ ચૌધરી જોડાયા હતા. ત્રણેય આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


