ટીઆરપી અગ્નિકાંડ બાદ ભેદભરમ શોધવા ચોથી સીટ બનાવાય : બેનામી મિલકતો શોધી ટાંચમા લેવાશે
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભળતું થઈ મોતના મુખમાં ધકેલાયાની ઘટનાના ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. આ અગ્નિકાંડ જે ભ્રષ્ટ અધિકારીઓના કારણે સર્જાયો છે તેને ભો ભીતર ભંડારી દેવાયા છે. હાલ શહેરમાં મોટો હોદ્દો મેળવી કરોડોની સંપત્તિના માલિક બનેલા પૂર્વ ટીપીઓ સાગઠીયા ફરતે ગાળિયો વધુ કસવા માટે એસીબીએ કવાયત આરંભી છે. ત્યારે ગત રાત્રિના એસીબીના અધિક નિયામક બીપીન આહીરના માર્ગદર્શન હેઠળ પાંચ અધિકારીઓની એક સીટની રચના કરવામાં આવી છે. આમ જોઈએ તો ગુજરાતની આ પ્રથમ ઘટના હશે કે જેમાં ચોથી સીટની રચના કરવામાં આવી હોય. આ કમિટી સાગઠીયાનો અદ્રશ્ય ખજાનો શોધશે. જે બેનામી મિલકતો ઊભી કરી છે તેને પણ ટાંચમાં લેવાની કાર્યવાહી કરશે
ટીઆરપી ગેમ ઝોન અગ્નિ કાન બાદ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની પ્રજા ભ્રષ્ટ અધિકારીઓ તરફે ફિટકાર વરસાવી રહી હતી એક પછી એક અધિકારીઓના કારનામાઓ છતાં થઈ રહ્યા હતા ત્યારે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે આ ઘટના પાછળ સંડોવાાયેલા ભાજપના પદાધિકારીઓ સાગઠીયાને જ મુખ્ય મોહરો બનાવી દોષનો ટોપલો તેના પર ઢોળી દેશે અને ખરેખર બન્યું પણ તેવું, સીટ દ્વારા એક માસ ચાલેલી તપાસ બાદ ગઈકાલે હાઇકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી સાગઠીયા હોવાનું દર્શાવાયું છે. જેથી જે રાજકીય માથાઓ 27 નિર્દોષ લોકોની મોતના દોષી છે તેને પડદા પાછળ છુપાવી દેવાયા છે.
પૂર્વ ટીપીઓ સાગઠીયા એ પગાર ઉપરાંત કરોડોની બેનામી સંપત્તિ એકઠી કરી છે. તે સંપત્તિઓમાં નામી અનામી રાજકીય માથાઓનો ભાગ છે તેવી અનેક વ્યક્તિઓ અને ખાસ કરીને અદ્રશ્ય થઈ ગયેલી સંપત્તિઓને શોધવા માટે છ અધિકારીઓની એક સીટ બનાવવામાં આવી છે આ સીટ દ્વારા સાગઠીયા ની રજેરજની માહિતી એકઠી કરવામાં આવશે એસીબીના અધિક નિયામક બીપીન આહીર ને સીટના વડા બનાવાયા છે તે ઉપરાંત બે ડીવાયએસપી, બે પીઆઇ અને એક કાયદાના સલાહકારને પણ આ સીટમાં સ્થાન આપવામાં આવ્યું છે આ સીટ દ્વારા ભાજપના હોદ્દેદારો અન્ય નેતાઓ અને જે બિલ્ડરો સાગઠીયા સાથે આર્થિક સાઠગાંઠ ધરાવે છે તેની રજેરજની માહિતી એકઠી કરી ભાંડાફોડ કરશે. હાલ એવું થાય છે કે રાજકીય અને બીન રાજકીય લોકો, બિલ્ડરોએ સાગઠીયા સાથે સાત ગાંઠ ધરાવી પ્લાન મંજૂરીથી માંડી ટીપી સ્કીન સુધીના કોભાંડોમાં કરોડોની હેરાફેરી કરી છે તે હેરાફેરી સીટ દ્વારા શોધવામાં આવશે
એસીબી વડા શમશેર સિંઘે જણાવ્યું છે કે એક રાજ્ય સેવક તરીકે સાગઠીયાએ કરોડોની ગોલમાલ કરી છે અને આ ગોલમાલ શોધવા માટે સીટની રચના કરવામાં આવી છે. જેથી ઉભી બેનામી આવકથી ઉભી કરવામાં આવેલી મિલકતો સીટ દ્વારા શોધવામાં આવશે અને તે મિલકતો ટાંચમાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. આમ આ સીટની રચનાથી અન્ય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે હવે જોવાનું એ રહ્યું છે કે બેનામી સંપત્તિ શોધવા માટે સીટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે.