હાલ રાજ્યમાં બેફામ વાહન ચલાવતા લોકોના કારણે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. આવા બેફામ વાહનચાલકો બેદરકારીના કારણે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકતા હોય છે. આવા લોકો સામે પોલીસ લગામ લગાવે તેવી માગ લોકો દ્વારા અવારનવાર કરવામાં આવે છે. આવામાં ગીર સોમનાથમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
SUV અને હોન્ડા સિટી કાર વચ્ચે ભયાનક ટક્કર
ઘટનાની મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તાલાલા–રામરેચી રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક SUV અને હોન્ડા સિટી કાર વચ્ચે ભયાનક ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તાલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
અકસ્માતની જાણ થતાં જ તાલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્થાનિકો દ્વારા ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે કાયમી પગલા લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – Suratમાં ગજેરા સર્કલ પર hit and runની ઘટના, યુવકનું મોત


