- અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુનાઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે
- અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં છેલ્લા 8 મહિનામાં 200 ગુના નોંધાયા
- પોલીસે બે વર્ષમાં ચોરી થયેલો 4.20 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપ્યો
અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુનાઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે તેની પાછળ પોલીસનો પૂરતો સ્ટાફ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં છેલ્લા આઠ મહિનામાં 200 જેટલા ગુના પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ ગુનાઓમાં ચોરી થયેલી રૂ. 4.20 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે. ત્યારે મોટાભાગે ચોરીના ગુના વધારે પ્રમાણમાં પોલીસના ચોપડે નોંધાયા છે. તેમાં પણ 70થી 80 ટકા ગુનાઓમાં રાત્રીના સમયે મુસાફરો ટ્રેનમાં સૂતા હોય તેનો લાભ લઈને ગઠિયાઓ સામાનની ચોરી કરીને પલાયન થઈ જતા હોય છે. આવા ગુનાઓ અટકાવવા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
કાલુપુર રેલવે સ્ટેશન પર રોજના બે લાખ જેટલા મુસાફ્રોની અવરજવર રહેતી હોય છે. તેની સામે માત્ર 200 પોલીસકર્મીઓ હોવાથી પોલીસ સ્ટાફ્ની અછત દેખાઇ રહી છે. ત્યારે સૌથી વધુ મોબાઇલ ચોરીના ગુનાનું પ્રમાણ હોવાથી પાંચ પોલીસકર્મીઓની એક ટીમ માત્ર મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કામગીરી કરી રહી છે. ત્યારે મહત્ત્વનું છે કે પોલીસના સ્ટાફ્ની અછતને કારણે ગુનેગારો બેફમ બનીને ગુનાને અંજામ આપતા હોય તેવું લાગી રહ્યુ છે.
જ્યારે રેલ્વે સ્ટેશન પર સીસીટીવી કેમેરા હોવા છતા પણ ચોર બેફમ ગુનાને અંજામ આપીને પલાયન થઇ જાય છે. આગામી સમયમાં પોલીસ દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઇને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ત્યારે પોલીસે સ્વીકાર્યું કે અપૂરતા સ્ટાફને કારણે ગુનાઓના ભેદ ઉકેલવામાં મુશ્કેલી થઈ રહી છે. આ અંગે પિૃમ રેલવેના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું કે, રેલવે સ્ટેશન પર સીસીટીવીને આધારે સતત વોચ રાખવામાં આવે છે. સાથેસાથે પેટ્રોલિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે.


