- જુનાગઢ પોલીસ તોડકાંડનો મામલો
- દીપ શાહના નિવેદનને લીધે જામીન કર્યા નામંજૂર
- સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી કરાઈ નામંજૂર
ATS દ્વારા જુનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના સાગરીત દીપ રાજેન્દ્ર શાહ નામના વ્યક્તિને જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ATS દ્વારા દીપ શાહની તોડકાંડ મામલે પૂછપરછ કરવા દસ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે જૂનાગઢ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી તેમજ તરલ ભટ્ટના વકીલ પણ દ્વારા તરલ ભટ્ટના જામીનની માંગણી કરવામાં આવી હતી તો આજે સેશન્સ કોર્ટે તરલ ભટ્ટની અરજી ના મંજૂર કરી દીધી છે.
પહેલા પણ તપાસમાં સહયોગ નહી
ATSની ટીમે કોર્ટ સમક્ષ તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ રાખી હતી. જેમા જણાવ્યુ હતુ કે, તેઓ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા અને ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. તોડકાંડના આરોપી તરલ ભટ્ટ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. હાલ તેમની સામે 386 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ત્યારબાદ એકાઉન્ટ અનફ્રીઝ કરવા બાબતે તોડ કરવાનો આરોપ છે અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે જુદા જુદા અધિકારીઓને હાથો બનાવી 22 લાખથી વધુ રકમની માગ કરી હતી.
કેસની વિગત
સમગ્ર તોડકાંડ મામલામાં હવાલા મારફતે રૂપિયાની લેતી દેતી થતી હતી. જેમાં દીપ શાહ તરલ ભટ્ટ માટે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તરલ ભટ્ટ દ્વારા જે બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. આવા તમામ ખાતેદારોનો સંપર્ક તરલ ભટ્ટના કહેવાથી દીપ શાહ દ્વારા કરવામાં આવતો હતો. ફ્રીજ થયેલું બેન્ક એકાઉન્ટ ફરીથી કાર્યરત કરવા માટે ખાતાધારકો પાસેથી દીપ શાહ મોટો તોડ કરતો હતો. દીપ શાહ કેટલીક રકમ આંગડિયા મારફતે તરલ ભટ્ટને મોકલતો હતો. આ માહિતીના આધારે દીપ શાહની એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આજે જૂનાગઢ કોર્ટે તેના રીમાન્ડ નામંજૂર કરીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.


