- હિંદુ રાષ્ટ્રની ઘોષણાથી મુસ્લિમો ઘરે પરત ફરશે: આચાર્ય પરમહંસ
- માંગ પૂરી ન થાય ત્યાં સુધી ખોરાક અને પાણીનો ત્યાગ
- સરકારે પણ તૈયારીઓ કરવી જોઇએ
અયોધ્યામાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. જેમાં 22 લાખથી વધુ દિવાડાઓ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ વચ્ચે હવે રામ મંદિરના નિર્માણની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે આચાર્ય જગતગુરુએ ફરી એકવાર હિન્દુ રાષ્ટ્રની માંગને આગળ વધારી છે.
દિવાળીના પર્વ પર આચાર્ય જગતગુરુ પરમહંસે જણાવ્યું કે, ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાનો સમય આવી ગયો છે. આ માટે સરકારે પણ તૈયારીઓ કરવી જોઇએ. જેના અંગે આચાર્ય પરમહંસે કહ્યું કે, હિંદુ રાષ્ટ્રની ઘોષણાથી મુસ્લિમો ઘરે પરત ફરશે અને તેનાથી નવા રાષ્ટ્રનું નિર્માણ પણ થશે.
એટલું જ નહીં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થઈ રહ્યું છે. જેના વચ્ચે આચાર્ય પરમહંસે હિન્દુ રાષ્ટ્રની પ્રબળ માંગણી કરી છે. તેમજ માંગ પૂરી ન થાય ત્યાં સુધી ખોરાક અને પાણીનો ત્યાગ કરવાની વાત કરી છે.
અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન વિવિધ ઘાટો પર 24 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. સીએમ યોગી આદિત્યનાથ સરયૂ નદી પર આરતી કરી. દીપોત્સવ કાર્યક્રમ સાંજે 7 કલાકે શરૂ થયો. દીપોત્સવમાં રામકી પૈડી પર જ 21 લાખ દીવા પ્રગટાવીને એક વર્લ્ડ રેકોર્ડ સર્જાવામાં આવ્યો છે.