- રાજ્યમાં જમીન સંપાદનના કેસોમાં સરકારના વલણને બેજવાબદાર ગણાવ્યું
- લોકોની હેરાનગતિ માટે નેશનલ હાઈવે ઓથોરિટીનો હાઈકોર્ટે ઉધડો લીધો
- હાઈકોર્ટની ખંડપીઠે ગેરજવાબદાર વલણને લઇ નેશનલ હાઇવે ઓથોરિટીને ચેતવણી
રાજયમાં જમીન સંપાદનને લગતા કેસોમાં જમીન સંપાદન બાદ પણ વર્ષો સુધી જમીનનો ઉપયોગ નહીં કરવા મુદ્દે અને મૂળ જમીન માલિકોને વળતરથી વંચિત રાખી ખોટી હેરાનગતિ થતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠેગંભીર નોંધ લઈ આજે નેશનલ હાઇવે ઓથોરિટી સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટની ખંડપીઠે આવા ગેરજવાબદાર વલણને લઇ નેશનલ હાઇવે ઓથોરિટીને કડક ચેતવણી આપી હતી અને સાફ્ શબ્દોમાં જણાવ્યું હતું કે, સત્તાવાળાઓની આ પ્રકારની ગેરવ્યસ્થાના કારણે સામાન્ય જનતાને કાયદાની આંટીઘૂંટીમાં ખોટી રીતે હેરાનગતિનો ભોગ બનવા દેવાય નહીં. તમારા આવા બિનજરૂરી લિટિગેશન્સના કારણે લોકો રડી રહ્યા છે અને તમે એક સરમુખત્યારશાહની જેમ વર્તો છો., જે કોઇપણ રીતે સાંખી ના શકાય. નેશનલ હાઇવે ઓથોરિટીના હાઇએસ્ટ ઓફિશિયલ આ પ્રકારે પ્રાઇવેટ લોકોની જમીનના કિસ્સામાં પણ અપીલ કરી તેમને બિનજરૂરી લિટિગેશનમાં ખેંચવાની સલાહ કોણે આપી…?


