- શહેરા સિંધી માર્કેટમાં અનાજ -કરિયાણાંના ખાનગી વેપારીઓને ત્યાં તપાસ
- પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની તપાસ દરમિયાન બહાર આવ્યું
- ઘઉં સહિતનો 1522 કિલ્લો જથ્થો જાહેર કરેલ નહિ હોવાથી નિયમો અનુસારની કાર્યવાહી
શહેરા સિંધી માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા અનાજ અને કરીયાણાના ખાનગી વેપારીઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. ઘઉં , ચોખા અને ડાંગરનું ઓનલાઈન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નહી કરેલ 5 જેટલા વેપારીઓના ત્યા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. નગર વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા ગુરૂવારના રોજ કરિયાણા અને અનાજના વેપારીઓના ત્યાં ઓચિંતી તપાસ કરવામાં આવતા પાંચ જેટલા વેપારીઓએ ઓનલાઇન પોર્ટલ ઉપર ઘઉં સહિતનો અન્ય સ્ટોક નહી દેખાડવા સાથે રજીસ્ટ્રેશન નહીં કરેલ હોવાનું સામે આવ્યુ હતું. જિલ્લા પુરવઠાની તપાસ ટીમ દરમિયાન ખાનગી વેપારીઓએ રજીસ્ટ્રેશન ન કરેલ હોવા સાથે ઘઉં સહિતનો 1522 કિલ્લો જથ્થો જાહેર કરેલ નહિ હોવાથી નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એચ.ટી. મકવાણા ના જણાવ્યા અનુસાર સિંધી માર્કેટમાં જુદા જુદા ખાનગી વેપારીઓના ત્યાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓ સાથે બેઠક કરીને આ પહેલા પણ ઘઉં સહિતનો જથ્થો જાહેર કરવા માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં અમુક વ્યાપારીઓએ જથ્થો જાહેર નહીં કરીને રજીસ્ટ્રેશન નહીં કરેલ તેવા પાંચ જેટલા ખાનગી વેપારીઓના ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા ખાનગી વ્યાપારીઓના ત્યા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા નિયમોનું પાલન નહી કરતા અનાજ કરીયાણાના અન્ય દુકાનોના વેપારીઓમાં ફ્ફ્ડાટ ફેલાયો હતો.


