- લાઇફ જેકેટ પૂરતા પ્રમાણમાં ન રાખતા કાર્યવાહી
- 10 બોટની પરવાનગી રદ કરાતા બોટ ચાલકોમાં ફફડાટ
- દસ ફેરીબોટ સર્વિસ સસ્પેન્ડ કરાઇ તથા રૂપિયા 5૦૦ નો દંડ
દ્વારકામાં બોટ ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ફેરીબોટ સર્વિસમાં દસ બોટો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લાઇફ જેકેટ પૂરતા પ્રમાણમાં ન રાખતા કાર્યવાહી કરાઇ છે. જેમાં GMB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
10 બોટની પરવાનગી રદ કરાતા બોટ ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો
10 બોટની પરવાનગી રદ કરાતા બોટ ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસમાં દસ બોટો વિરૂદ્ધ કાર્યવાહી થઇ છે. જેમાં લાઇફ જેકેટ પૂરતા પ્રમાણમાં ન રાખતા શરત ભંગ કરતા બોટ માલિકો વિરૂદ્ધ પગલા લેવાયા છે. ત્યારે નિયમ પ્રમાણે બોટ માલિકોનો વારો ન હોવા છતાં પેસેન્જર બોટ રાખવી, બોટમાં પેસેન્જર ગેરકાયદેસર બેસાડવા તથા સીડી પાસે રાખવી તેવી બેદરકારી સામે આવી છે.
દસ ફેરીબોટ સર્વિસ સસ્પેન્ડ કરાઇ તથા રૂપિયા 5૦૦ નો દંડ
પેસેન્જર વહન કરેલ તેમજ પેસેન્જર બોટમાં લાઈફ જેકેટ પૂરતા પ્રમાણમાં ન રાખતા GMB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તા.17/1/2024 થી 24/1/2024 સુધી આઠ દિવસ માટે દસ બોટોના પરવાના રદ કરવા આવતા બોટ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. દસ બોટો નામ યા હુસેન, સુરજ, અલઝારા, ખુદુસ, અલનિશાર, રામ બાણ, ગંગા સાગર, ચંદ્ર શાગર, અલ કિરમાણી, દરીયા દોલત નામની બોટને સસ્પેન્ડ કરાઇ છે. મેરીટાઇમ બોર્ડ દ્વારા આઠ દિવસ માટે દસ ફેરીબોટ સર્વિસ સસ્પેન્ડ કરાઇ તથા રૂપિયા 5૦૦ નો દંડ ફટકાર્યો છે.


