- UAV દૃષ્ટિ-10 સ્ટારલાઇનર દેશનું સર્વપ્રથમ સંપૂર્ણ સ્વદેશી સ્ટારલાઇનર
- સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું
- વૈશ્વિક મેપ પર ભારતને સ્થાપિત કરવાનો પ્રયાસ : અદાણી
ભારતીય નેવી માટે બુધવારનો દિવસ ખાસ રહ્યો હતો. બુધવારે ભારતમાં જ સમગ્રતયા તૈયાર થયેલાં સ્વદેશી UAV દૃષ્ટિ-10 સ્ટારલાઇનરને નેવીને સોંપવામાં આવ્યું હતું. નેવીના કાફલામાં સામેલ થયાં બાદ ભારતીય નેવીની તાકાત અગાઉની સરખામણીએ ઘણી વધી જશે. ઉલ્લેખનીય છે કે UAV દૃષ્ટિ-10 સ્ટારલાઇનરને અદાણી ડિફેન્સે તૈયાર કર્યું છે અને તે દેશમાં પ્રથમ સંપૂર્ણ સ્વદેશી સ્ટારલાઇનર છે. નેવીના વડા એડમિરલ આર હરી કુમારે નેવી માટેના પ્રથમ સ્વદેશમાં બનેલાં દૃષ્ટિ-10 સ્ટારલાઇનર માનવરહિત હવાઇ વાહન (યુએવી)ને બુધવારે લીલીઝંડી દેખાડી હતી.
દૃષ્ટિ-10 સ્ટારલાઇનર 36 કલાકના ઇંડુરેંસ, 450 કિલોગ્રામ પેલોડ ક્ષમતા ધરાવતાં એક એડવાન્સ ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રીકોનસિયાનેસ(ISR) પ્લેટફોર્મ છે. STANAG 4671 સર્ટિફિકેશનની સાથે એકમાત્ર તમામ મોસમ માટે સુટેબલ સૈન્ય પ્લેટફોર્મ છે અને તે અલગ અલગ બન્ને હવાઇ ક્ષેત્રોમાં ઉડ્ડયન ભરવા સક્ષમ છે.
વૈશ્વિક મેપ પર ભારતને સ્થાપિત કરવાનો પ્રયાસ : અદાણી
અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે તાજેતરની ઘટનાઓએ ગુપ્ત બાતમી, ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ કેપેબિલિટીઝ તથા ઇન્ફોર્મેશન તથા ખોટી ઇન્ફોર્મેશનના પ્રસાર માટે માનવરહિત અને સાઇબર સિસ્ટમના ઉપયોગ પર આધારિત ભૌતિક અને સૂચનાત્મક વ્યૂહરચનાના અમલીકરણને મજબૂત કર્યું છે. સશસ્ત્ર દળોની સેવા, નિકાસના વૈશ્વિક મેપ પર ભારતને સ્થાપિત કરવા માટે સરહદો પર ગુપ્ત દેખરેખ અદાણીની પ્રાથમિકતા છે. અમને ભારતીય નેવીની સેવા કરવા સક્ષમ હોવા અંગે ગર્વ છે.


