- ગીત પર લગાવામાં આવેલો સ્ટે HCએ લંબાવ્યો
- સેશન્સ કોર્ટના ચુકાદાને પડકાર્યો છે હાઇકોર્ટમાં
- 26 માર્ચે હાઇકોર્ટમાં ફરી સુનાવણી થશે
સિંગર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં કિંજલ દવે ચાર ચાર બંગડી વાળું ગીત ગાઈ શકે નહીં. કારણ કે સગીત પર લગાવામાં આવેલો સ્ટે HCએ લંબાવ્યો છે. સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે. જેમાં રેડ રિબોન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિ. HCમાં પડકાર્યો હતો.
26 માર્ચે હાઇકોર્ટમાં ફરી સુનાવણી થશે
26 માર્ચે હાઇકોર્ટમાં ફરી સુનાવણી થશે. લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં અગાઉ લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી હતી પણ કોર્ટે માફી ન સ્વીકારતા 7 દિવસમાં 1 લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
ઓરીજિલ ગીતના શબ્દો આ પ્રમાણે છે:
ચાર બંગળી વાળી ગાડી લઇ દઉં જ શબ્દ છે. જેમાં ઓરીજીનલને ઔડી ગાડીમાં ગીતને ફિલ્મમાવામાં આવ્યું છે. ગીતની શરુઆત ગાડીમાં ગુજરાતી ફોક સંગીતથી થાય છે. ઓરિજનલ ગીતમાં થોડા સમય પછી ગાડીમાં અચાનક બ્રેક લાગે છે. ઓરીજીનલ ગીત રૂઠેલી ગર્લ ફ્રેન્ડને મનવવા બનાવવામાં આવ્યું છે. આ ગીત ગર્લ ફ્રેન્ડને મનાવવામાં 40 વિધા જમીન લઇ દેવાની વાત છે. ઓરીજીનલમાં છેલ્લે ગર્લ ફેન્ડ છેલ્લે માની જાય છે તથા ઓરીજિનલમાં ગીત ઓસ્ટ્રલિયાના રોડ પર ફિલ્માવાયું છે.
કિંજલનું દવેનું ‘કોપી’ ગીત:
ચાર બંગળી વાળી ગાડી લઇ દઉ જ શબ્દનો બેઠ્ઠો પ્રયોગ થયો છે. કોપી ગીતને પણ ઔડી ગાડી પર ફિલ્મામાં આવ્યું છે. કોપી ગીતની શરુઆત પણ ગુજરાતી ફોક સંગીતથી થાય છે . કોપી ગીતમાં પણ ઓરીજીનલની જેમ થોડા સમય પછી ગાડીમાં બ્રેક લાગે છે. કોપી ગીતમાં ગર્લ ફેન્ડને બદલે બહેન નાના રિસાયેલા ભાઇના સબંધ બતાવાયા છે. કોપી ગીતમાં ભાઇ માટે ગામડામાં જમીન અને બંગલો બનાવવાની વાત છે. કોપી ગીતમાં નાનો ભાઇ પણ છેલ્લે માની જાય છે. કોપી ગીત અમદાવાદના રિંગ રોડ પર ફિલ્માવાયું છે.


