- મેચ પહેલા સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર – શો
- હાજર ખેલાડીઓ અને દર્શકો એર શોની મજા માણી
- સ્ટેડિયમની બહારથી પણ લોકોએ એર શો જોયો
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સાથે જ એર શોની પણ લોકો મજા માણવા જેવો નજારો છે. એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ અને દર્શકો એર શોને જોઈને રોમાંચિત થઈ ગયા હતા.
ફાઈનલમાં સેરેમનીની શરુઆત ‘સેલ્યુટ ફ્રોમ સ્કાય’ IAF સૂર્યકિરણ એરોબિક ટીમનો શો હશે. પહેલીવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરી અને વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ પર્ફોરમન્સ 10 મિનિટ માટે ચાલ્યો હતો. આ એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક દ્વારા લીડ કરવામાં આવ્યો હતો. આ એર શો દ્વારા ન્યૂ ઇન્ડિયાને સલામી આપવામાં આવી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં આઠમી વખત જ્યારે ભારત ચોથી વખત ફાઈનલમાં પહોંય્યું છે. ભારતે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં રમાયેલી વર્લ્ડ કપની તમામ 10 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 8 મેચ જીતી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ નિહાળવા રાત્રે 9 વાગ્યાની આસપાસ સ્ટેડિયમમાં પહોંચશે. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનમાં છે. વડાપ્રધાન મોદી મેચ બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે 10 વાગ્યાની આસપાસ જોધપૂર જવા રવાના થશે.


