- વ્રત પહેલા કેસરવાળું દૂધ પીવાથી જળવાશે સ્ટેમિના
- ડ્રાય ફ્રૂટ્સને પણ કરી શકો છો ડાયટમાં સામેલ
- પનીર, કોકોનટ વોટરનું સેવન પણ રહેશે લાભદાયી
દેશભરમાં આવતીકાલે એટલે કે 1 નવેમ્બરે કરવા ચોથનો તહેવાર ધામ ધૂમથી ઉજવાશે. આ દિવસે મહિલાઓ પતિ માટે નિર્જળા ઉપવાસ કરે છે. આ વ્રત ધ્યાન સાથે કરવામાં આવે તો તેના તૂટવાની શક્યતા રહેતી નથી. અનેક મહિલાઓ આ દિવસે સોળ શણગાર સજીને પતિની લાંબી ઉંમર માટે કામના કરે છે. તો જાણો વ્રતમાં તમારી એનર્જી ટકાવી રાખવા માટે તમારે વ્રત પહેલા કઈ વસ્તુઓનું સેવન કરવું. જેથી તમને ફાયદો થાય.
કેસરવાળું દૂધ
કેસરવાળા દૂધમાં પ્રોટીનનું પ્રમાણ સારું રહે છે જે શરીરમાં થનારી નબળાઈથી તમને બચાવે છે. આ માટે વ્રત કરતા પહેલા કેસરવાળું દૂધ પીવાનું લાભદાયી છે.
ડ્રાયફ્રૂટ્સ ખાઓ
જો તમે વ્રત કરો છો તો પહેલાના દિવસના ડાયટ પર ધ્યાન આપો. આ સમયે તમે ડ્રાયફ્રૂટ્સને સામેલ કરો. આમ કરવાથી તમને નબળાઈ લાગશે નહીં.
પનીરનું કરો સેવન
કહેવાય છે કે પનીરનો ઉપયોગ કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. જો તમે પણ કરવા ચોથનું વ્રત કરો છો તો એક દિવસ પહેલા પનીરનું સેવન કરો.
નારિયેળ પાણી
વ્રત પહેલા નારિયેળ પાણીનું સેવન કરવું. જેથી તમને વ્રતના સમયે નબળાઈનો અનુભવ થાય નહીં.
બટાકાની વાનગીઓ
કરવા ચોથનું વ્રત રાખનારી મહિલાઓએ વ્રતના એક દિવસ પહેલા બટાકાની બનેલી વસ્તુઓનું સેવન કરવું લાભદાયી માનવામાં આવે છે.