- 2022-23માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પક્ષોને મળ્યું ફંડ
- તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ ફંડમાંથી 70 ટકા હિસ્સો ભાજપને મળ્યો
- BRSને કુલ ડોનેશનમાંથી લગભગ 25 ટકા ફંડ મળ્યું
એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR)એ વર્ષ 2022-23માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પક્ષોને મળેતા ફંડનો રિપોર્ટ જાહેર ક્યો છે. વર્ષ 2022-23 ભાજપ માટે મજબૂત વર્ષ હતું, કારણ કે પાર્ટીને ચૂંટણી ટ્રસ્ટ તરફથી સૌથી વધુ ફંડ ભાજપને મળ્યું છે. તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ ફંડમાંથી 70 ટકા હિસ્સો ભાજપને મળ્યો છે.
ADRએ જાહેર કર્યો રિપોર્ટ
ADRએ જાહેર કરેલા રિપોર્ટ અનુસાર, BRSને કુલ ડોનેશનમાંથી લગભગ 25 ટકા ફંડ મળ્યું છે. વાત કરવામાં આવે 2022-23 માટેના ઈલેક્ટોરલ ટ્રસ્ટના યોગદાન અહેવાલના વિશ્લેષણ મુજબ 39 કોર્પોરેટ અને બિઝનેસ ગૃહોએ ઈલેક્ટોરલ ટ્રસ્ટોને 363 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે. ADR મુજબ જાણવા મળી રહ્યું છે કે, 34 કોર્પોરેટ અને બિઝનેસ હાઉસે પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 360 કરોડથી વધુનું દાન આપ્યું છે, જ્યારે એક કંપનીએ સમાજ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાં રૂ. 2 કરોડનું યોગદાન આપ્યું છે. તે જ સમયે, બે કંપનીઓએ પરિવર્તન ઇલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 75.50 લાખનું દાન આપ્યું હતું અને અન્ય બે કંપનીઓએ ટ્રાયમ્ફ ઇલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 50 લાખનું દાન આપ્યું હતું.
કયા પક્ષને કેટલું મળ્યું ડોનેશન ?
| પક્ષ | મળેલ ડોનેશન |
| ભાજપ | 259.08 કરોડ |
| ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) | 90 કરોડ |
| YRS કોંગ્રેસ, AAP અને કોંગ્રેસ (સામૂહિક રીતે) | 17.40 કરોડ |
ચૂંટણી ટ્રસ્ટમાંથી મળેલા કુલ દાનના 70 ટકા ભાજપને મળ્યા
તમને જણાવી દઈએ કે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી ટ્રસ્ટમાંથી મળેલા કુલ દાનના 70 ટકા ભાજપને મળ્યા છે, જે અંદાજે રૂ. 259.08 કરોડ છે, જ્યારે BRSને રૂ. 90 કરોડ અથવા કુલ દાનના આશરે 25 ટકા મળ્યા છે. ADR અહેવાલમાં જણાવાયું છે કે પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે 2021-22માં ભાજપને રૂ. 336.50 કરોડની સરખામણીએ રૂ. 256.25 કરોડનું દાન આપ્યું હતું, જ્યારે સમાજ ET એસોસિએશને 2022-23માં ભાજપને તેની કુલ આવકમાંથી રૂ. 1.50 કરોડનું દાન આપ્યું હતું.


