- એરપોર્ટ ઉપર VVIP મુવમેન્ટને લઇ જાહેર થઇ એડવાઇઝરી
- એરપોર્ટ ઉપર ટ્રાફિક કંટ્રોલ કરવા જાહેર કરી એડવાઇઝરી
- VIPઓના 150થી વધુ લક્ઝુરિયસ જેટ આવશે અમદાવાદ
રાજ્યમાં વાયબ્રન્ટની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મોટી સંખ્યામાં VVIP અને VIP મુવમેન્ટ જોવા મળી શકે છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે, જેના પગલે એરપોર્ટ ઓથોરિટીએ એડવાઇઝરી જાહેર કરી છે.
આગામી 9 જાન્યુઆરીથી વાયબ્રન્ટ સમિટીની શરૂઆત થઈ રહી છે. આ પગલે અમદાવાદ એરપોર્ટ ઘણું વ્યસ્ત રહી શકે છે. જેને જોતાં વાયબ્રન્ટ સમિટને લઇ અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં મુસાફરોને ફ્લાઇટના ટાઈમથી વહેલા એરપોર્ટ ઉપર પહોંચવા સૂચના આપવામાં આવી છે.
આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર VIPઓના 150થી વધુ લક્ઝુરિયસ જેટ આવશે. જ્યારે દેશ વિદેશના 150થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટોની અવરજવર થશે. તેમજ 43 જેટલાં પાર્કિંગ ફુલ થઈ જવાની સંભાવના છે. તો પાર્કિંગ ફુલ થાય તો વડોદરા, સુરત, રાજકોટ પાર્ક કરાવાશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જેની સાથે મુસાફરોને ફ્લાઇટના ટાઈમથી વહેલા એરપોર્ટ ઉપર પહોંચવા સૂચના આપી છે. આ દરમિયાન અમદાવાદ એરપોર્ટથી ડોમેસ્ટિક પેસેન્જરોને ત્રણ કલાક વહેલા પહોચવા સૂચના આપવામાં આવી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના મુસાફરોને પણ સમયથી વહેલા પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છેકે, અમૃત કાળનું પહેલું વાયબ્રન્ટ સમિટ ગાંધીનગરમાં ઉજવાશે. આ સમયે એરપોર્ટ પર “અમૃતકાળનું પહેલું વાયબ્રન્ટ સમિટ”ના બેનર લાગેલા પણ જોવા મળી રહ્યા છે. આ સમયે પીએમની સુરક્ષા માટે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે.


