રાજય સરકારના કાયદા વિભાગે સિનિયર એડવોકેટ અનિલ દેસાઇની નિયુકિતનો કર્યો નિર્ણય
જામનગરના એડવોકેટ હારૂન પલેજા હત્યા કેસમાં રાજય સરકારના કાયદા વિભાગે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે રાજકોટના ખ્યાતનામ સિનિયર ધારાશાસ્ત્રી અનિલ દેસાઇની નિયુકિતનો નિર્ણય લીધો છે. અનિલ દેસાઇ પ્રકાશ રવેશીયા સહિતના અનેક ચકચારી હત્યા કેસના પબ્લીક પ્રોસીકયુટર તરીકે સફળ કામગીરી બજાવી ચુકયા છે.
આ અંગેની વિગત એવી છે કે ગત તા.૧૩/૩/૨૦૨૪ના સાંજના સમયે જામનગર વાછાણી મીલ બેડીના ઢાળીયા પાસે એડવોકેટ હારૂન પલેજાનાઓનુ આરોપીઓ રજાક ઉર્ફે સોપારી, બશીરભાઇ સાયચા, સિંકદર ઉર્ફે સકલો સાયચા, દિલાવર કકલ, સુલેમાન કકલ, રમજાનભાઇ સાયચા, ઇમરાન સાયચા, એજાઝ સાયચા, ગુલામ સાયચા, મહેબુબ સાયચા, ઉમર ચમડીયા, શબીર ચમડીયા, અસગર સાયચા વગેરે દ્રારા કાવતરૂ રચી તિક્ષણ હથિયાર વડે ખૂન કરવામાં આવ્યું હતું. આ કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડાએ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.
સરકારના કાયદા વિભાગમાં આ કેસમાં સિનિયર એડવોકેટ તેમજ કાયદાના અભ્યાસુ સરકાર પક્ષે કેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવા માટે વકીલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને રાજયના કાયદા વિભાગે રાજકોટના પૂર્વ જિલ્લા સરકારી વકીલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પૂર્વ પ્રમુખ, રાજકોટના નામાંકિત સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરેલ છે.
સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેમની ફરજ બજાવેલ છે અને ચકચારી કેસોમાં ખૂંખાર-કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલ છે. અનીલભાઇ દેસાઇ હાલમમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સૌરાષ્ટ્ર-કચ્છના મહત્વના જીલ્લાના જામનગર, મોરબી, રાજકોટ, પોરબુંદર, અમરેલી, કચ્છ-ભુજ સહિતના જીલ્લાઓમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે અનેક કેસોમાં નિમણુંક કરેલ છે.
ગુજરાત સરકાર દ્વારા અગાઉ સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે અનિલભાઇ દેસાઇની નિમણુંક કરવામાં આવેલી છે. તેઓ કાયદાની આંટીઘૂંટી આગવી કુનેહ સુલટાવવા સદરહુ ખુન કેસમાં સૌરાષ્ટ્રના જાણીતા ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇની નિમણુંકથી ખૂન કેસમાં સંડોવાયેલા આરોપીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.