- કેબલ સ્ટેડ બ્રિજ 145 મીટર લંબાઈનું સ્પાન
- નર્મદા કેનાલ પર સુઘડ પાસે મેટ્રો ટ્રેનનો સ્પાન તૈયાર
- કેબલ બ્રિજની કામગીરી પૂર્ણ થવાની દિશામાં
રાજ્યની સૌથી લાંબા રૂટની અમદાવાદથી સેકટર-1, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલ નર્મદા કેનાલ પર મેટ્રો માટે બ્રીજની કામગીરી પુરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ ગાંધીનગર વચ્ચે નર્મદા કેનાલ પર મેટ્રો દોડાવવા માટે કેબલ બ્રિજ બનાવામાં આવ્યો છે.
હાલ કેબલ બ્રીજની કામગીરીનો ડ્રોન વિસ્યુલ્સ સામે આવ્યા છે. જે જોઈને કોઈને પણ એવું થાય કે આ વિદેશમાં કોઈ પ્રોજેક્ટ બની રહ્યો છે. મેટ્રોના અમદાવાદ ગાંધીનગરને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજનું કામ આખરી તબક્કામાં પહોંચ્યું છે. નર્મદા કેનાલ પર સુઘડ પાસે મેટ્રો ટ્રેન માટે કેબલ સ્ટેડ બ્રિજ બની રહ્યો છે.
કેબલ બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેક સહિતની કામગીરી શરૂ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન ટૂંક સમયમાં શરૂ થશે. આયોજનના ભાગરૂપે મેટ્રોની કામગીરી ખબૂ ઝડપથી આગળ વધી રહલે છે. જેના માટે તમામ કાર્ય પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.

આ કેબલ સ્ટેડ બ્રિજ 145 મીટર લંબાઈનું સ્પાન તથા 79 મીટર લંબાઈના બે અંતિમ સ્પાનમાં કુલ 105 સેગમેન્ટ પૈકી 100 સેગમેન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. આ સાથે જ 28.1 મીટર ઉંચાઈના બે પાયલોનની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. આ માટેના ટ્રાયલનું કામ પણ માર્ચ/એપ્રિલ માસમાં પૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે.


