- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પૂરને લીધે ભારે નુકસાન
- પૂરના પાણીમાં માલ-મિલકત અને સેંકડો ઘર ગરકાવ
- અફઘાનિસ્તાનના બધલાન પ્રાંતમાં અચાનક પૂરથી અનેક લોકો ગુમ થયાનો ખુલાસો
પાડોશી દેશ અફઘાનિસ્તાનના બધલાન પ્રાંતમાં મૂશળધાર વરસાદ બાદ અચાનક આવેલા પૂરે ચારેતરફ વિનાશ વેર્યો છે. આમાં 60 લોકોનાં મોત થયા છે. તાલિબાનના એક અધિકારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે પૂરની અસર રાજધાનિ કાબુલ પર પડી છે. બઘલાનમાં કુદરતી હોનારત મેનેજમેન્ટના ડાયરેક્ટરે પૂર તેમજ માલ-મિલકતને પણ ભારે નુકસાન થયાનું સ્વીકાર્યું હતું. વધુમાં કહ્યું કે પૂર આવવાથી અનેક લોકો ગુમ થયા છે. તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં પૂરની અસર
કુદરતી હોનારત મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પૂરની અસર રાજધાની કાબુલ પર પડી છે. તેમને જણાવ્યું કે બચાવ ટીમ ભોજન અને અન્ય મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે. અધિકારીઓનું પૂરું ધ્યાન બચાવ અભિયાન પર છે અને જાનહાનિ અને પૂરથી નુકસાનનો આંકડો જાણવા ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા છે. ગત મહિનામાં અફઘાનિસ્તામાં ભારે વરસાદ અને પૂર સાથે સંકળાયેલી ઘટનાઓમાં ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયા ગતા તેમજ આશરે બે હજાર ઘર, ત્રણ ધાર્મિક સ્થળ અને ચાર શાળાઓ ક્ષતિગ્રસ્ત થઈ હતી. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે હજારો લોકો માનવીય મદદની જરૂર છે.
બ્રાઝિલમાં ભીષણ પૂરની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાંડ ડો સુલમાં આવેલા ભીષણ પૂરમાં 100 લોકોનાં મોત થયા છે. તેમજ 103 લોકો ગુમ થયા છે. પૂરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર ભૂસ્ખલન, માર્ગો પાણીમાં ધોવાઈ જવા અને પુલ પણ પાણીમાં ધરાશાયી થવાના અહેવાલ સામે આવ્યા હતા. આઠ લાખથી વધુ લોકો પાણીના પુરવઠા વગર રહેવા મજબૂર છે. ગવર્નરે કહ્યું કે ગત દિવસોથી પૂરને લીધે સમગ્ર વિસ્તારમાં વિનાશ વેરાયો છે. આની પહેલા રાજ્યના પુનનિર્માણ માટે માર્શલ પ્લાનની જરૂર પડશે. રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા ડી સિલ્વાએ પૂરગ્રસ્ત રાજ્યની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.


