અફઘાનિસ્તાનમાં વર્ષનૌ સૌથી મોટો હુમલો થયાનું સામે આવ્યું છે. તાલિબાને શુક્રવારે જણાવ્યું કે બંદૂકધારીઓ આતંકવાદીઓએ મધ્ય અફઘાનિસ્તામાં શિયા બહુમતી ધરાવતા વિસ્તારમાં 14 લોકોની કરપીણ હત્યા કરી દીધી છે. આ ઘટના અફઘાનિસ્તાનમાં આ વર્ષની સૌથી ઘાતક હુમલામાની એક છે. તાલિબાન બદ આ ઘટના અંગે આઈએએસએ આ હુમલાની જવાબદારી લીધી છે.
આઈએએસ જૂથે જણાવ્યું કે હુમલામાં મશીન ગનનો વપરાશ કરાયો છે. આઈએએસે તાલિબાનની સરખામણી મૃતકોની સરખામણી વધુ કહી છે. જો કે સંખ્યનો કોઈ ખુલાસો નથી કર્યો. અફઘાનિસ્તાનમાં આ ઈસ્લામિક સ્ટેટનો આતંકનો સંકેત છે. આનાથી તાલિબાનની સરકાર ગભરાઈ ગઈ છે.
અફઘાનિસ્તાનમાં હુમલા વધી રહ્યા છે
આ મહિનાની શરૂઆતમાં, એક આઈએસ આત્મઘાતી બોમ્બરે રાજધાની કાબુલમાં ફરિયાદીની ઓફિસમાં તેના વિસ્ફોટકોથી ભરેલા જેકેટમાં વિસ્ફોટ કર્યો હતો. વધુમાં, મે મહિનામાં ઉત્તર-પૂર્વ બદખ્શાન પ્રાંતમાં એક મોટરસાઇકલને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં અફીણની ખેતી સામે ઝુંબેશ ચલાવી રહેલા પોલીસ અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી.
ઈરાને આકરાં પગલાંની માંગ કરી
ઈરાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે શિયા સમુદાયના લોકોને ત્યારે નિશાન બનાવવામાં આવ્યા જ્યારે તેઓ ઈરાકના ધાર્મિક સ્થળ કરબલાથી પરત ફરી રહેલા લોકોનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતા. ઈરાને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ માહિતી આપી છે કે આ હુમલો ગુરુવારે રાત્રે કરવામાં આવ્યો હતો.


