- અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકે કોહલી માટે કરી પોસ્ટ
- ‘હેપ્પી બર્થડે મારા મિત્ર રાજા વિરાટ કોહલી’:નવીન-ઉલ-હક
- અગાઉ વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે ઝગડો થયો
સાઉથ આફ્રિકા સામે સદી ફટકારીને ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વન ડે ઈન્ટરનેશનલમાં સચિન તેંડુલકરના શાનદાર રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હવે વિરાટના નામે ODI ક્રિકેટમાં 49 સદી છે. આ મેચ પહેલા અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કોહલી પાસેથી તેના જન્મદિવસના અવસર પર ભેટ તરીકે ખાસ માંગ કરી હતી. જે બાદ વિરાટે નવીનની આ ખાસ માંગ પૂરી કરી હતી.
નવીને વિરાટ પાસે ભેટ માંગી
હકીકતમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 ઓક્ટોબરે મેચ રમાઈ હતી. આ મેચ પહેલા નવીન-ઉલ-હકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે મારા મિત્ર રાજા વિરાટ કોહલી. આજે આપણને 49મી સદી ભેટ તરીકે જોઈએ છે. જે બાદ વિરાટ કોહલીએ મેચમાં પોતાની 49મી સદી ફટકારી અને નવીન સાથે વિરાટ કોહલીએ અન્ય ફેન્સની પણ ઈચ્છા પૂરી કરી હતી. આ મેચમાં વિરાટે 101 રનની અણનમ ઇનિંગ રમી હતી.
વિરાટ-નવીન મિત્રો બન્યા
IPL દરમિયાન વિરાટ કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે થોડી ઝગડો થયો હતો. ત્યાર બાદ આ બંને ખેલાડીઓને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પોસ્ટ શેર થવા લાગી હતી. પરંતુ હવે આ દુશ્મની વર્લ્ડ કપ 2023 દરમિયાન મિત્રતામાં બદલાઈ ગઈ છે.
ટૂર્નામેન્ટમાં જ્યારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ ત્યારે બંને ખેલાડીઓ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. ત્યારથી નવીન ઘણીવાર સોશિયલ મીડિયા પર વિરાટને સપોર્ટ કરતો જોવા મળે છે. આઈપીએલમાં થયેલી લડાઈને ભૂલીને બંને ખેલાડીઓ હવે આગળ વધતા જોવા મળી રહ્યા છે. હવે વિરાટ-નવીન મેદાન પર અને મેદાનની બહાર એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે.