- અફધાનિસ્તાને નેધરલેન્ડને વર્લ્ડ કપમાં 7 વિકેટે હરાવ્યું
- અફધાનિસ્તનની જીત પાક અને ન્યૂઝીલેન્ડ માટે મોટો ફટકો
- ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયા
અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની 34મી મેચમાં નેધરલેન્ડ્સને 7 વિકેટે હરાવીને ટુર્નામેન્ટની તેની ચોથી જીત નોંધાવી. અફઘાનિસ્તાનની ચોથી જીત પહેલાથી જ ખરાબ હાલતમાં રહેલા ચોથા નંબરના ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. અફઘાન ટીમની જીત બાદ સેમિફાઇનલની રેસમાં રસપ્રદ વળાંક આવી શકે છે. ચાલો જાણીએ કે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન માટે શા માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયા
અફઘાનિસ્તાને નેધરલેન્ડને હરાવીને ન્યૂઝીલેન્ડ સાથે પોઈન્ટની બરાબરી કરી લીધી છે. બંને ટીમોએ 7-7 મેચ બાદ ચાર-ચાર જીત મેળવી છે. જોકે નેટ રન રેટમાં તફાવતને કારણે અફઘાનિસ્તાન પાંચમા સ્થાને એક સ્થાન નીચે છે. ન્યુઝીલેન્ડ ચોથા નંબર પર છે. આ સિવાય પાકિસ્તાન છઠ્ઠા નંબર પર છે. આવી સ્થિતિમાં, અફઘાનિસ્તાન તેની બંને મેચ જીતીને પાકિસ્તાનને સેમિફાઇનલની રેસમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકે છે અને ન્યૂઝીલેન્ડની બંને જીત બાદ પણ તેને નેટ રન રેટમાં હરાવીને ચોથા સ્થાને આવી શકે છે.
પરંતુ અફઘાનિસ્તાન માટે આગામી બે મેચ જીતવી એટલી સરળ નહીં હોય, કારણ કે ટીમની આઠમી અને નવમી મેચ અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે છે અને બંને ટીમો ખૂબ સારા ફોર્મમાં છે. પરંતુ અફઘાનિસ્તાન માત્ર એક જીતથી પણ પાકિસ્તાનની રમત બગાડી શકે છે. કારણ કે પાકિસ્તાને 7માંથી 3 મેચ જીતી છે અને અફઘાનિસ્તાને ચારમાં જીત મેળવી છે.
પાકિસ્તાનની જીતથી અફઘાનિસ્તાનનેફાયદો થઈ શકે છે
પાકિસ્તાન આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે, જેમાં જીત મેળવીને પાકિસ્તાની ટીમ કિવી ટીમને 8 પોઈન્ટ પર જાળવી રાખી શકે છે, જે અફઘાનિસ્તાન માટે ફાયદાકારક રહેશે. પાકિસ્તાન માટે આ ન્યૂઝીલેન્ડ સામે લડો યા મરો મેચ હશે. ત્યારબાદ પાકિસ્તાન આગામી લીગ મેચ ઈંગ્લેન્ડ સામે રમશે. હવે બધું અફઘાનિસ્તાનની આગામી બે મેચો પર નિર્ભર રહેશે. જો અફઘાન ટીમ કોઈક રીતે બંને મેચો જીતી લે છે તો તેનું સેમિફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે.
અન્ય ટીમોની પોઈન્ટ ટેબલમાં સ્થિતિ
જો વાત કરીએ અન્ય ટીમોની તો ભારત પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ અને +2.102 નેટ રનરેટ સાથે પહેલા નંબર પર છે. જ્યારે સાઉથ આફ્રિકા 12 પોઈન્ટ અને +2.290 રનરેટ સાથે બીજા નંબર પર છે. તેમજ ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા 8 પોઈન્ટ અને +0.970 રનરેટ સાથે છે.