- અફઘાનિસ્તાન પર વિદેશી મદદનો આધાર વધ્યો
- બાળકો, મહિલાઓ, શિક્ષણ, હિંસા, આતંકવાદ જેવા મુદ્દાઓ યથાવત્ રહ્યાં
- અફઘાનિસ્તાનમાં તાલિબાને ઈસ્લામિક કાયદાની વ્યાખ્યા થોપી અને દાવા મજબૂત કરવાનો પ્રયાસ કર્યો
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ ત્રણ વર્ષમાં તેને ઈસ્લામિક કાયદની પોતાની વ્યાખ્યા થોપી અને સરકારના દાવાને મજબૂત કરવાનો પ્રયાસ કરાયો છે દેશના સત્તાવાર શાસક રીતે કોઈ રાષ્ટ્રીય માન્યતા ન હોવા છતાં તાલિબાન ચીન અને રશિયા જેવા મુખ્ય ક્ષેત્રીય શક્તિશાળી દેશોની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી છે. યુનો દ્વારા સૂચિત ચર્ચામાં ભાગ લીધો છે. જેમાં અફઘાનિસ્તાનની મહિલાઓ તેમજ નાગરિકો સાથે સંકળાયેલ લોકોને ભાગ લેવાની તક ન આપી. આ તાલિબાન માટે જીત સમાન છે. જે પોતાના દેશના એકમાત્ર સાચા પ્રતિનિધિ તરીકે જુએ છે.
અફઘાનિસ્તાનનો આધાર વિદેશી સહાય પર
અફઘાનિસ્તાનમાં છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી સત્તા જમાવી બેઠેલા અને ત્યાંના નાગરિકોને મરવા માટે જીવતા રાખવા મથતા તાલિબાન શાસનને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. પરંતુ ત્યાંની સ્થિતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. ગુલામી, વેઠિયા, આતંકવાદ, હિંસા, બ્લાસ્ટ આ બધું રોજનું થઈ ગયું છે. નિકાસ-આયાત જેવી બાબતો ઓછી થતા અફઘાનિસ્તાન આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે. ઉપરાંત કુદરતી હોનારતો અને ઘર પરત આવવાના દબાણમાં પાકિસ્તાન આવતા અફઘાનિસ્તાન નાગરિકોના પ્રવાહને જરૂરિયાત પૂર્ણ કરવા વિદેશી મદદ પર અફઘાનિસ્તાનનો આધાર વધાર્યો છે. જો આંતરરાષ્ટ્રીય સમુદાય ભવિષ્યમાં નાણાકીય મદદ નહિ મોકલો તો આ દેશમાં મોટું જોખમ ઉભું થઈ જશે.
અફઘાનિસ્તાનમાં સ્થિતિ કંઈક આવી છે
અફઘાનિસ્તાન દેશમાં મસ્જિદ અને મૌલવી એકબાજુ અને કાબુલ વહીવટી તંત્ર બીજી તરફ છે. જે મૌલવીઓના નિર્ણયોને લાગુ કરે છે અને વિદેશી અધિકારીઓ સાથે મુલાકાત કરાવે છે. મિડલ ઈસ્ટ ઈન્સ્ટિટયૂટ આધારિત છે.
તાલિબાનનો પ્રતિબંધ
અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થા માટે એક મહત્ત્વપૂર્ણ આચકો મહિલા શિક્ષણ અને મોટાભાગના રોજગાર પર તાલિબાને પ્રતિબંધ મૂકેલો છે. જેનાથી અફઘાનિસ્તાનની અડધી વસ્તી ખર્ચ કરે અને પેમેન્ટ મામલે નબળી પડી ગઈ છે. બાકી અર્થવ્યવસ્થાને મજબૂત થતા કોઈ વાર નહોતી લાગવાની. તાલિબાન માટે ચીન અને રશિયા સાથે સંબંધ મહત્ત્વના છે કારણ કે, યુનોની સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય છે. હાલ ખાડી દેશ પણ તાલિબાન સાથે પોતાના સંબંધ વધારી રહ્યું છે.


