- માર્ક એડેરની પાંચ વિકેટ, આયરલેન્ડ ચાર વિકેટે 100
- ઓપનર કર્ટિસ કેમ્પર 64 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો
- સ્ટમ્પના સમયે હેરી ટેક્ટર 64 બોલમાં 32 તથા પોલ સ્તીર્લીંગ બે રન બનાવીને રમી રહ્યા હતા
આયરલેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ અફઘાનિસ્તાન ટીમનો પ્રથમ દાવ 155 રનમાં સમેટાઇ ગયો હતો. જેની સામે રમતના અંત સુધીમાં આયરિશ ટીમે પ્રથમ દાવમાં ચાર વિકેટે 100 રન બનાવ્યા હતા. સ્ટમ્પના સમયે હેરી ટેક્ટર 64 બોલમાં 32 તથા પોલ સ્તીર્લીંગ બે રન બનાવીને રમી રહ્યા હતા. ઓપનર કર્ટિસ કેમ્પર 64 બોલમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. ઝિયા ઉર રહેમાને 13 રનમાં બે વિકેટ હાંસલ કરી હતી. અગાઉ અફઘાન ટીમ માટે ઓપનર ઇબ્રાહિમ ઝદરાને 93 બોલમાં 53 તથા કરીમ જનતે 78 બોલમાં અણનમ 41 રનનું યોગદાન આપ્યું હતું. આયરલેન્ડ માટે માર્ક એડેરે ઘાતક સ્પેલ નાખીને 39 રનમાં પાંચ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. રસપ્રદ બાબત એ છે કે સ્કૂલ લેવલની એક મેચ માટે આ ટેસ્ટ માટેનું ગ્રાઉન્ડ બદલી નાખવામાં આવ્યું હતું.


