- પિયરમાંથી રૂપિયા લાવવાની ના પાડતા સાસુએ માથામાં પાઈપ ફટકારી
- અમે તને પાલવીએ છીએ, ચાર મહિને લાખ રૂપિયા પિયરમાંથી લાવવા પડશે
- નડિયાદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
દહેજભૂખ્યા સાસરીયાઓએ પ્રથમ સંતાન દિકરી થતાંથી લઈને ઘરના કામકાજ બાબતે અવારનવાર ત્રાસ અને ખાવા પીવાનું ન પણ ન આપી, પિયરમાંથી રુપિયા લઈ આવવા દબાણ કરી લગ્ન બાદ લગભગ દસેકવર્ષ સુધી પરિણીતાને ત્રાસ આપ્યો હતો. સમાજના આગેવાનોની અવારનવારની સમજાવટ બાદ પણ સાસરીપક્ષ ન સુધરતા આખરે પરિણીતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સેવાલિયામાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન રાજસ્થાન જયપુર, ગેટોર રોડ, વોર્ડ નં.36માં રહેતા શાહરુખ કમરુદ્દીન સાથે ગતતા.31-9-2013ના રોજ થયા હતા. લગ્નના ત્રણ માસ બાદથી જ સાસરીપક્ષે ઝઘડા શરુ કરીદીધા હતા. પ્રથમ સંતાન દિકરી થતાં તને દિકરો કેમ ન થયો કહી સાસુ સારી રીતે ખાવાનું પણ આપતા ન હતા. યુવતીના દાગીના લઈ લીધા બાદ તારા પિતાને કહે ગાડી લઈ આપે કહી, અમે તને પાલવીએ છીએ, દર ચાર મહિને પિયરમાંથી લાખ રુપિયા લઈ આવવાના કહી દહેજની માંગણી કરતા હતા. પિયરમાંથી પચાસ હજાર નહીં લઈ આપુ કહેતા સાસુએ માથામાં પાઈપ મારી હતી. પતિ પણ તારે ઘર કરવું હોય તો સહન કરવું પડશે કહી તેમના પરિવારના સભ્યોનો પક્ષ લઈ મારઝૂડ કરતા હતા. પતિના આડાસંબંધો હોઈ સમજાવતા મારે તારી સાથે લગ્ન નહતા કરવા કહી પિયરપક્ષ સાથે સંબંધ નહીં રાખવા જણાવતા હતા. દિયર પણ સાસુનો પક્ષ લઈ થપ્પડ મારી, તારા પિયરપક્ષવાળાના ટાંટીયા ભાંગી નાંખીશ કોઈને પેસવા નહીં દઉં કહેતા હતા. યુવતી પિયરમાં જતા પતિએ ત્યાં પણ ઝઘડો કરતાં પરિવારે સમાધાન કરાર કરી સાસરીમાં મોકલી આપી હતી. જો કે ફરીથી સાસરીપક્ષે ઝઘડો કરતાં સમાધાનના લખાણ આધારે કેસ કરીશ તેમ યુવતીએ કહેતા પતિએ હું જમીન મિલકત વેચી તારી વિરુદ્ધ કેસ લડીશ પણ તને જીતવા નહીં દઉં કહેતા હતા. ઉપરાંત નણંદ, નણંદોઈ, માસી સાસુ-સસરા પણ ત્રાસ ગુજારતા હતા. ગત તા.29-12-2022ના રોજ પતિ બાળકો સાથે પિયર મુકી ગયો હતો. આ મામલે યુવતીની ફરિયાદના આધારે મદીનાબેન કમરુદ્દીન ખાન, શાહરુખ કમરુદ્દીન, સરફરાજ કમરુદ્દીન, શહેનાઝ ઈકબાલખાન, ઈકબાલ છિતારખાન, મીના ઐયુબખાન, અને ઐયુબ રામપાલખાન વિરુદ્ધ નડિયાદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


