- 10 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા ઠંડુગાર
- અન્ય શહેરોમાં તાપમાન 18 થી 19 ડિગ્રી આસપાસ
- કંડલામાં 11 ડિગ્રી, અમરેલી અને કેશોદમાં 13 ડિગ્રી
ગુજરાતમાં ડિસેમ્બર માસમાં ઠંડીમાં આંશિક વધારો થયો છે. ત્યારે 10 ડિગ્રી સાથે રાજ્યમાં નલિયા ઠંડુગાર બન્યુ છે. અન્ય શહેરોમાં તાપમાન 18 થી 19 ડિગ્રી આસપાસ છે. તેમજ કંડલામાં 11 ડિગ્રી, અમરેલી અને કેશોદમાં 13 ડિગ્રી તાપમાન રહ્યું છે.
24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે
રાજકોટ, પોરબંદર અને ડિસામાં 13 ડિગ્રી તાપમાન સાથે પાટનગર ગાંધીનગરમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 16 ડિગ્રી, સુરેન્દ્રનગર અને મહુવામાં 14 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16 ડિગ્રી અને વેરાવળમાં 17 ડિગ્રી તાપમાન રહ્યું છે. 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે. તથા પવનનોની દિશા બદલાતા તાપમાનનો પારો ઉચકાશે. હાલ રાજ્યમાં વરસાદની આગાહી નહીં રાજ્યમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. જ્યાં એક તરફ વિવિધ ભાગોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જેની સાથે જ આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જેમાં ક્યાંય પણ વરસાદ નહીં નોંધાય તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.
રાજ્યમાં હાલ કોઇ પણ વરસાદની આગાહી કરવામાં આવી નથી
આ અંગે રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં હાલ કોઇ પણ વરસાદની આગાહી કરવામાં આવી નથી. તેમજ આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું જોવા મળશે. જેના સાથે જ 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે. રાજ્યમાં સતત 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલું વધશે તેવી હવામાન વિભાગે માહિતી આપી છે. સામાન્ય રીતે દિવસ દરમિયાનના તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીનું જોર ઘટે એવી સંભાવના છે.


