- ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી સેમિફાઈનલમાં હરાવ્યું
- વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલમાં ભારતની એન્ટ્રી
- ભારતની જીત બાદ BCCIએ વીડિયો શેર કર્યો છે
15 નવેમ્બરના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડની 70 રને હાર થતા ભારતે સેમિફાઈનલમાં સીધી એન્ટ્રી કરી લીધી છે. તેમજ આજે વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રિલીયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે.
શું ભારત જીતનો સિલસિલો રાખશે યથાવત્
ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયા ત્રીજી વખત ODI વર્લ્ડ કપ ટાઈટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. આ પહેલા તે 1983 અને 2011માં જીતી હતી. હવે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ફરી એકવાર ઈતિહાસ રચાઈ શકે છે. સેમિફાઇનલમાં ભારતની જીત બાદ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ઘણું રસપ્રદ હતું. ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ મજા માણી. સ્ટેડિયમથી લઈને હોટેલ પહોંચ્યો ત્યાં સુધી ફેન્સે તેને ઘેરી લીધા હતા.
BCCIએ વીડિયો કર્યો શેર
વાસ્તવમાં મુંબઈમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ જીત બાદ એક વીડિયો શેર કર્યો છે. વિજય પછીના ઘણા દ્રશ્યો તેમાં જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ જીત બાદ ડ્રેસિંગ રૂમમાં મજા માણી હતી. બેટ પર ઓટોગ્રાફ આપ્યા. એકબીજાને ગળે મળીને અભિનંદન આપ્યાં. યુઝવેન્દ્ર ચહલ પણ ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. ચહલ સેમિફાઇનલ મેચ જોવા માટે મુંબઈ પહોંચ્યો હતો.
ખેલાડીઓ માટે ખાસ સુરક્ષા વ્યવસ્થતા કરાઈ હતી
જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સ્ટેડિયમની બહાર બસમાં ચઢવા માટે આવ્યા ત્યારે સેંકડો ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. હોટલની બહાર પણ ફેન્સની ભીડ જોવા મળી હતી. હોટલની અંદર પણ ફેન્સની ભારે ભીડ હતી. ખેલાડીઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ હતો.
તમને જણાવી દઈએ કે સેમીફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 397 રન બનાવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી બોલિંગ દરમિયાન મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી.


