- મધ્યાંતરે પહોંચેલ ગ્રીષ્મ ઋતુએ અસલ મિજાજ દેખાડયો
- મે માસમાં ગરમીનો આકરો રાઉન્ડ શરૂ થવાની શક્યતા
- જીવ સૃષ્ટિ કાળઝાળ ગરમીની લપેટમાં આવી જતા ભારે મુશ્કેલી
સંખેડા તાલુકામાં કાળઝાળ ગરમીની શરૂઆત થયા બાદ છેલ્લા ચાર દિવસથી જેમાં ઘટાડો થતાં આમ જનતાને મોટી રાહત થવા પામી છે. જો કે હજુ કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો હોય ફરી નાગરિકોને આગ ઓકતી ગરમીમાં શેકાવું પડશે તેમ જાણવા મળેલ છે.
મધ્યાવસ્થામાં પહોંચેલ ગ્રિષ્મ ઋતુએ પોતાનો અસલી મિજાજ દેખાડતા જીવ સૃષ્ટિ કાળઝાળ ગરમીની લપેટમાં આવી જતા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આકાશમાંથી અગન ગોળા વરસતા સૌ કોઈ ગરમીથી તોબા પોકારી ઉઠયા હતા. બપોરે 12 વાગ્યાથી નાગરિકો કામ સિવાય બહાર નિકળવાનું ટાળતાં બજાર માર્ગો સહિત શેરીઓ, મહોલ્લાઓના રસ્તાઓ પણ કરફ્યુની જેમ સુમસામ નજરે પડવા લાગ્યા હતા. ખેડૂતો , ખેત મજૂર , મહેનત કંસ કારીગર – મજૂરો સહિત ભિક્ષુકો પોતાના કામકાજ બંધ કરી ઠંડકમાં આરામ કરતા નજરે પડયા હતા. જોકે હાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં સામાન્ય ઘટાડો થતાં દરેક નાગરિકો આશિક રાહત અનુભવી રહ્યા છે


