- 1.40 ટન ડુપ્લીકેટ મુખવાસનો જથ્થો જપ્ત
- મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું ખુલ્યું
- નવા નાકા વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા
દિવાળીમાં લોકો મુખવાસનો વિશેષ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે હવે નકલી ઘી નકલી મિઠાઈ અને નકલી મસાલા બાદ હવે મુખવાસમાં પણ ભેળસેળની ઘટના સામે આવી છે. રાજકોટમાં દિવાળી પહેલા નકલી મુખવાસનો મોટો જથ્થો આરોગ્ય વિભાગની ટીમ ઝડપાયો છે.
આ અંગેની માહિતી અનુસાર, રાજકોટમાં નવા નાકા વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મુખવાસમાં કલર મિક્સ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં એટલી હદે ભેળસેળ કરવામાં આવી હતી કે, 1.40 ટન ડુપ્લીકેટ મુખવાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
તહેવારોને લઈને રાજ્યમાં વિવિધ શહેરોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં અમૃત મુખવાસ સહિતના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાંથી મોટા પ્રમાણમાં નકલી મુખવાસ મળી આવ્યો છે. તેમજ જામનગરી મુખવાસના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા છે.
સૌરાષ્ટ્રના મુખવાસની ભારે ડિમાન્ડ
દિવાળીના સમયે મુખવાસ બજારના ભારે ભીડ જોવા મળી રહે છે. મુખવાસ વગર દિવાળીનો તહેવાર અધુરો રહેતો હોય છે.ત્યારે સામાન્ય રીતે 8થી10 મુખવાસ બજારમા જોવા મળે છે. પરંતુ સૌરાષ્ટ્રના બજારોમા એક સાથે 51 પ્રકારના મુખવાસ જોવા મળે છે ત્યારે અહીંના મુખવાસની વિવિધ શહેરોમાં પણ ભારે ડિમાન્ડ જોવા મળે છે. એમા પણ આ વર્ષે દિવાળીના તહેવારોમા મુખવાસના વેચાણમા ખુબ વધારો થયો છે. ત્યારે તેમાં ડુપ્લીકેટ મુખવાસથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.


