શુક્રવારે સવારે દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન ક્રેશ થયું. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન સવારે લગભગ 10:15 વાગ્યે એક મુખ્ય આંતરરાજ્ય હાઇવે અને રેલ્વે ટ્રેક નજીક ક્રેશ થયું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વિમાનની ઓળખ સેસ્ના 310 તરીકે કરી છે. બોકા રેટોન ફાયર ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર ત્રણેય લોકોના અકસ્માતમાં મોત થયા હતા અને વિમાન જમીન પર પડતાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. આ ઘટનાની તપાસ હજી ચાલુ છે.
ગુરુવારે ન્યૂયોર્કમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે આ ઘટના બની. ગુરુવારે ઉડાન દરમિયાન એક પ્રવાસન હેલિકોપ્ટર હવામાં બે ટુકડા થઈ ગયું અને હડસન નદીમાં ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં હેલિકોપ્ટર પાઇલટ અને સિમેન્સ કંપનીના સ્પેનિશ એક્ઝિક્યુટિવ, તેમની પત્ની અને ત્રણ બાળકોના મોત થયા હતા. તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે પાઇલટ ઉપરાંત, મૃતકોમાં જાણીતી કંપની સિમેન્સના એક્ઝિક્યુટિવ ઓફિસર (EO) ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની મર્સ કેમ્પરુબી મોન્ટલ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
18 મિનિટની ઉડાણ બાદ પ્લેન ક્રેશ થયું.
હેલિકોપ્ટર કંપનીની વેબસાઇટ પર પ્રકાશિત તસવીરોમાં, દંપતી અને તેમના બાળકો હેલિકોપ્ટરમાં ચઢતી વખતે હસતા જોવા મળે છે. ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હેલિકોપ્ટર મેનહટન ઉપર ઉત્તર તરફ અને પછી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તરફ 18 મિનિટથી ઓછા સમય માટે ઉડાન ભરી. અકસ્માતના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં હેલિકોપ્ટરના ભાગો હવામાં ઉડતા અને ન્યુ જર્સીના જર્સી સિટીના કિનારે પાણીમાં પડતા જોવા મળ્યા છે.
હેલિકોપ્ટરમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો
હાજર એક પ્રત્યક્ષદર્શી બ્રુસ વોલે જણાવ્યું કે તેમણે વિમાનને હવામાં ‘બે ભાગમાં તૂટતું’ જોયું, જેમાં ‘પૂંછડી’ અને ‘પ્રોપેલર’ અલગ થઈ ગયા. ન્યુ જર્સીના હોબોકેનમાં નદી કિનારે આવેલા રેસ્ટોરન્ટના માલિક લેસ્લી કામાચોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર નિયંત્રણ બહાર ફરતું હતું અને પાણીમાં પડતા પહેલા તેમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો.


