ભારતના રાફેલની ગર્જનાથી ડરીને પાકિસ્તાન ફરી એકવાર ડ્રેગન પાસેથી મદદ માગી રહ્યું છે. પાકિસ્તાને ચીન પાસેથઈ 40 સ્ટીલ્થ ફાઈટર જેટ ખરીદવાની મોટી સંરક્ષણ ડીલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડિલીવરી 2026 સુધી કરવાની છે. પાકિસ્તાન આનાથી પોતાની વાયુસેનાને મજબૂત બનાનવવા માગશે.
પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. બંને દેશો તરફથી હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ભારતે પાકિસ્તાનમાં સ્થિત ઘણાં આંતકી ઠેકાણાંઓ સાથે તેમની એરસ્ટ્રિપને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાનના ફાઈટર જેટ ભારતના રાફેલ સ્ક્વોડ્રન સામે ભીખ માગતા જોવા મળ્યા. એવું માનવામાં આવે છે કે હવે આ નબળાઈને દૂર કરવા માટે, પાકિસ્તાને ચીન સાથે સંરક્ષણ ડીલ કરી છે.
ચીનની આગામી પેઢીનું સ્ટીલ્થ ફાઈટર જેટ
ચીનના સ્ટીલ્થ ફાઇટર જેટ J-35 ને FC-31 નામથી પણ ઓળખવામાં આવે છે તે ચીનની આગામી પેઢીનું ફાઈટર જેટ છે જે રડાર દ્વારા શોધાયા વિના લાંબા અંતર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાન માને છે કે આ ફાઈટર જેટને તેના કાફલામાં ઉમેરવાથી પાકિસ્તાન વાયુસેનાની તાકાતમાં વધારો થશે.
ડીલ પર ઉભા થયા સવાલો
પાકિસ્તાન અને ચીન વચ્ચેના આ ડીલ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ચીની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે પાકિસ્તાને પહેલા ખરીદેલા J-10C વિમાનની સંપૂર્ણ કિંમત હજુ સુધી ચૂકવી નથી. આવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ નવી ડીલ IMF લોન અથવા કોઈ બાર્ટર સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યો નથી. આ વિષય પર ચીનના સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ચીને નૌકાદળ માટે બનાવ્યું હતું આ ફાઈટર જેટ
ચીને J-35 ને નૌકાદળ માટે બનાવ્યું હતું જે બે એન્જિન વાળું મલ્ટીરોલ સ્ટીલ્થ વિમાન છે. તેને અમેરિકા F-35 ને ટક્કર આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, તેમાં અદ્યતન AESA રડાર, EOTS અને 360 ડિગ્રી ડિટેક્શન માટે DAS જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે. જો તેની ગતિ વિશે વાત કરીએ તો તે મેક 1.8 થી 2.0 ની વચ્ચે છે અને તેની લડાઈ રેન્જ લગભગ 1,2001,500 કિલોમીટર સુધીની હોઈ શકે છે.