- પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 21 રનથી કારમી માત આપી
- પાકિસ્તાનની જીત સાથે પોઈન્ટ ટેબલમાં મોટી ઉલટફેર
- પાકિસ્તાનની ટીમ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે
પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આ સાથે જ આ જીત બાદ બાબર આઝમની ટીમની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત છે. પોઈન્ટ ટેબલ પણ હવે ખૂબ જ રસપ્રદ બની ગયું છે. વાસ્તવમાં ન્યુઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાનની ટીમ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. આ સિવાય બંને ટીમોના 8-8 પોઈન્ટ છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનના નેટ રન રેટમાં બહુ ફરક નથી.
પાકિસ્તાનની જીત બાદ પોઈન્ટ ટેબલ રસપ્રદ બની ગયું છે
ન્યુઝીલેન્ડના 8 મેચમાં 8 પોઈન્ટ છે. આ ટીમે 4 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +0.398 છે. જ્યારે પાકિસ્તાનના 8 મેચમાં 8 પોઈન્ટ છે. આ ટીમે તેની 4 મેચો પણ જીતી છે, જ્યારે તે 4 મેચ હારી છે. પાકિસ્તાનનો નેટ રન રેટ +0.036 છે. પાકિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. અગાઉ અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતું.
સેમિફાઇનલ માટે આ ટીમોના દાવા મજબૂત છે…
આ સાથે જ રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ટુર્નામેન્ટની 7 મેચમાંથી તમામમાં જીત મેળવી ટીમ ઈન્ડિયા 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર છે. બીજા ક્રમે રહેલી દક્ષિણ આફ્રિકાના 7 મેચમાં 12 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 6 મેચમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. અફઘાનિસ્તાન 8 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે ત્રીજા ક્રમે રહેલ ઓસ્ટ્રેલિયા અને છઠ્ઠા ક્રમના અફઘાનિસ્તાનના સમાન 8-8 પોઈન્ટ છે.
પોઈન્ટ ટેબલમાં અન્ય ટીમો ક્યાં છે…
શ્રીલંકા 7 મેચમાં 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. જ્યારે નેધરલેન્ડના 7 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે નેધરલેન્ડ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે. આ સાથે જ બાંગ્લાદેશ નવમા નંબર પર છે. શાકિબ અલ હસનની ટીમના 7 મેચમાં 2 પોઈન્ટ છે. બાંગ્લાદેશ વિશ્વ કપમાંથી સત્તાવાર રીતે બહાર થનારી પ્રથમ ટીમ છે. આ સિવાય ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 6 મેચમાં 2 પોઈન્ટ સાથે છેલ્લા એટલે કે દસમા સ્થાને છે.