- લોકસભા ચૂંટણીમાં સીટ શેરિંગને લઈને કોંગ્રેસ, NCP, શિવસેના (UBT) વચ્ચે ચર્ચા
- મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં 38 બેઠકો પર સહમતી સધાઈ
- બેઠકોની વહેંચણીને લઈને 27મી ફેબ્રુઆરીએ મહાવિકાસ અઘાડી (MVA)ની બેઠક
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને શિવસેના (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરે વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ. બંને નેતાઓ વચ્ચે આગામી લોકસભા ચૂંટણીને લઈને સીટ શેરિંગના મુદ્દે વાત કરવામાં આવી હતી. સીટ શેરિંગને લઈને મહાવિકાસ આઘાડી (MVA)ની 27 ફેબ્રુઆરીના રોજ બેઠક મળવાની છે. આ પહેલા સાંસદ રાહુલ ગાંધીએ શરદ પવાર સાથે વાત કરી હતી. MVAમાં 38 બેઠકો પર સહમતી સધાઈ ગઈ છે. જોકે, હજુ સુધી 9 બેઠકોને લઈને પેચ ફસાયેલો છે.
આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે અને NCP ચીફ શરદ પવાર સાથે ફોન પર વાત કરી હતી. ત્રણેય નેતાઓ વચ્ચે સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સીટ શેરિંગને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકોની વહેંચણીને લઈને 27મી ફેબ્રુઆરીએ મહાવિકાસ અઘાડી (MVA)ની બેઠક છે. એમવીએના નેતાઓ 28મી ફેબ્રુઆરી સુધીમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરશે.
કોંગ્રેસ-શિવસેના(UBT)ને કેટલી બેઠકો ઈચ્છે છે?
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ મુંબઈમાં લોકસભાની 6માંથી 3 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. આ ત્રણ બેઠકો મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર મધ્ય અને મુંબઈ દક્ષિણ મધ્ય બેઠક છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના 4 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે મુંબઈ શિવસેના (UBT) કઈ ચાર લોકસભા બેઠકો ઈચ્છે છે.
દેશની સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. 80 લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી થઈ ગયું છે.


