- 125 ગામના ખેડૂત આગેવાનોએ સીએમનું સ્વાગત કર્યું
- કરમાવત તળાવની તસવીર અર્પણ કરીને સ્વાગત કરાયુ
- સીએમએ ભાજપ બુથ સમિતીના સભ્યો સાથે બેઠક કરી
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં અંબાના પૂજા-આરતી-દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડગામ તાલુકાના જલોત્રા પહોંચ્યા છે. ભાજપના ગાંવ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી જલોત્રા ગામે પહોંચ્યા છે. અહીં મુખ્યમંત્રી સ્થાનિકો સાથે બેસીને ખાટલા પરિષદ કરવાના છે.
સીએમનું ખેડૂતોએ સ્વાગત કર્યું
બનાસકાંઠાના જલોત્રા પહોંચેલા સીએમનું કરમાવત આંદોલનના ખેડૂત આગેવાનોએ સ્વાગત કર્યું હતું. આવાસ લોકાર્પણ સમયે 125 ગામના ખેડૂત આગેવાનોએ સીએમનું કરમાવત આંદોલનની તસ્વીર આપીને સ્વાગત કર્યું હતું. ત્રણ દિવસ અગાઉ જ સરકારએ કરમાવત તળાવની સૈદ્ધાંતિક મંજૂરી આપતાં ખેડૂતોએ સીએમને આવકાર્યા હતાં.
મુખ્યમંત્રીએ ચામુંડા માતાજીના મંદિરે સફાઈ કરી
સીએમ ભૂપેન્દ્ર પટેલ વડગામ તાલુકાના જલોત્રા ગામે પહોંચ્યાં હતાં, અહીં મુખ્ચમંત્રીએ જલોત્રા ગામમાં આવેલા ચામુડા માતાજીના મંદિરમાં સફાઈ કરી હતી અને દર્શન કર્યાં હતા. આ પ્રસંગે ભાજપ બુથ સમિતીના સભ્યો સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ જલોત્રા ગામમાં તેમના વાહનના કાફલામાંથી ઉતરીને ચાલતાં ગામની મુલાકાત કરી હતી.
ભૂપેન્દ્ર પટેલ તેમના વાહનોના કાફલામાંથી ઉતરીને ચાલતા ગયાં
મુખ્યમંત્રીએ ચાલતા ચાલતા ગામના લોકો સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. મહત્ત્વનું છે કે, તેમજ અહીં ગામના લોકો સાથે ભોજન કરશે. તેઓ આજે વડગામના જલોત્રા ગામે એક ખેડૂત પરિવારના ઘરમાં રાતવસો કરવાના છે. જેને લઈને લઈ સમગ્ર જલોત્રા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. જલોત્રાના દિનેશભાઈ ભટોળ નામના ખેડૂતના ઘરે રાજ્યના મુખ્યમંત્રી પહોંચશે અને રાત્રિ ભોજન કરશે, ત્યાર બાદ ખાટલા પિરષદ (બેઠક) કરશે અને રાતવસો કરશે.


