વિસ્ફોટક ખેલાડી આન્દ્રે રસેલ ભલે હવે IPLમાં ફટકાબાજી કરતાં નહીં જોવા મળે પરંતુ મળતી માહિતી મુજબ આન્દ્રે રસેલ હવે તેના ચાહકોને KKR કેમ્પમાં જૂના ટીમના ખેલાડીઓ સાથે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા જોવા મળશે.
KKR કેમ્પમાં ખાસ જવાબદારી
IPLમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોને ચારે દિશામાં દોડાવનાર ઘાતક ખેલાડી આન્દ્રે રસેલે IPL માંથી નિવૃત્તિની જાહેરાત કરી તેના ચાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. રસેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વિડિઓમાં આ માહિતી શેર કરી છે. જો કે મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્ટાર ખેલાડીને તેની નિવૃત્તિ સાથે KKR કેમ્પમાં એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
નાઈટ રાઇડર્સ માટે પાવર કોચ
IPLમાં જોરદાર બેટિંગ કરનાર આ સ્ટાર ખેલાડી ખરા અર્થમાં પાવર પેક ખેલાડી કહી શકાય છે અને એટલા માટેજ તે કોલકાતા નાઈટ રાઇડર્સ માટે પાવર કોચ તરીકે સેવા આપશે. નોંધનીય છે કે આ વખતે KKR દ્વારા રસેલને જાળવી રાખવામાં આવ્યો ન હતો, અને એવું માનવામાં આવતું હતું કે તે હરાજીમાં નોંધપાત્ર બોલી લગાવી શકે છે. જોકે તમામ અટકળો ને વિરામ આપતા તેણે IPLમાંથી નિવૃતિ કાહવેર કરી દીધી છે.
2012 માં IPL માં કટયું હતું ડેબ્યૂ
રસેલે 2012 માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે આ લીગમાં કુલ 140 મેચ રમી હતી, જેમાં 174 ના સ્ટ્રાઈક રેટથી 2651 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, રસેલે કુલ 12 અડધી સદી ફટકારી હતી. તેણે બોલ સાથે 123 વિકેટ પણ લીધી હતી. રસેલે એકલા હાથે ઘણી મેચોમાં KKR ને વિજય અપાવ્યો હતો. જોકે KKRનું ગત સિઝનનું પ્રદર્શન પ્રભાવશાળી નહોતું. રસેલ બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ સાબિત થયો. તે 13 મેચમાં ફક્ત 167 રન જ બનાવી શક્યો.


