- કરછના માંડવી બીચ પર પેરાગ્લાઈડીંગ પ્રતિબંઘ
- હરણી તળાવની ઘટનાબાદ તંત્ર હરકતમાં આવ્યું
- પરવાનાગી વગરના એર બલુન – બૉટિંગ બંધ
વડોદરામાં બાળકોની બોટ તળાવમાં ડુબી જવાની કરુણ ઘટના બન્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. વડોદરાના હરણીમાં બોટ ડુબી જવાથી 16 બાળકોના મોત થયાં હતા જે ઘટનામાં અનેક પરિવારે તેમના એકના એક વહાલસોયા દિકરા-દિકરીઓને ગુમાવ્યાના સમાચાર હજી તાજા જ છે. ત્યારે તંત્ર સફાળું ક્યારે જાગશે તેવા સવાલો વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે, વડોદરામાં ઘટેલી દુર્ઘટના બાદ કચ્છનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું છે અને હરકતમાં આવ્યું છે.
એર બલુન અને હવા ભરેલી બૉટ સંપુર્ણ પ્રતિબંઘ
મળતી માહિતની અનુસાર વડોદરામાં દુર્ઘટના બાદ કચ્છનું વહીવટી તંત્ર હરક્તમાં આવ્યું છે. કચ્છમાં આવેલા માંડવી બીચ પર વિવિધ રાઈડ્સ અને બોટિંગ તેમજ પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેને લઈને કચ્છના માંડવી બીચ પર કરાવવામાં આવતું પેરાગ્લાઈડિંગ તેમજ એરબોટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અહીં બીચ પર પરવાનાગી વગરના એક્વારોરર એર બલુન અને હવા ભરેલી બૉટ પર સંપુર્ણ પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે.
માંડવી બીચ પર પ્રવાસીઓ ઉમટી પડે છે
કચ્છમાં અત્યારે સફેદ રણ જોવા માટે સૌથી વધુ પ્રવાસીઓ ઉમટી પડે છે. જેમાંથી પ્રવાસીઓ કાળો ડુંગર, માતાનો મઢ તેમજ કચ્છના ફેમસ માંડવી બીચની મુલાકત લેતા હોય છે. ત્યારે માંડવી બીચ પર વિવિધ રાઈડ્સનો આનંદ લેવા માટે લોકો જીવના જોખમે પણ દરિયામાં સફર ખેડવા અને રોમાંચનો અનુભવ માણવા જતાં હોય છે.
હરણીની ઘટના બાદ નિર્ણય
તેમજ દરિયાકિનારે પેરાગ્લાઈડિંગનો રોમાંચક અનુભવ કરતાં જોવા મળે છે. ત્યારે કચ્છ વહીવટી તંત્રએ વડોદરાના હરણી તળાવની ઘટનાને ધ્યાનમાં રાકીને તાત્કાલિક ધોરણે માંડવી બીચ પર ચાલતી એક્ટિવીટ્ઝ બંધ કરાવી છે. મહત્ત્વનું છે કે, દરવર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ માંડવી બીચની મુલાકાત લેતા હોય છે.


