- ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તપાસનો ધમધમાટ શરૂ
- હ્યુમન ટ્રાફિકિંગ હેઠળ કડક કાર્યવાહીની પીડિતાની માગ
- નોકરીની લાલચમાં રાજીવ મોદી યુવતીઓને ભોગ બનાવે છે
પોલીસ તપાસ તેજ
તાજેતરમાં જ કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. કેડિલા ફાર્મા કંપનીમાં પર્સનલ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતી બલ્ગેરિય યુવતીએ રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે રાજીવ મોદી વિરુદ્ધ ફરિયાદ લીધી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે તપાસનો તેજ કરી દીધી છે.
પોલીસને પંચનામું કર્યું
કેડીલા ફાર્મા કંપનીના માલિક રાજીવ મોદી સામે પોલીસે કેસ નોંધી દીધો છે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. બલ્ગેરિયન યુવતીના નિવેદનોને આધારે પોલીસે તપાસની ગતિ તેજ કરી દીધી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલીસે કેડિલા ફાર્માની પૂર્વ પર્સનલ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતી બલ્ગેરિયન યુવતીને સાથે રાખી પોલીસે પંચનામું કર્યું. પોલીસે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ યુવતીને સાથે રાખીને પંચનામું કરી દીધું છે.
અનેક યુવતીઓને ભોગ બનાવી
દુષ્કર્મ પિડીતા યુવતીની ફરિયાદને આધારે પોલીસે પંચનામુ કરી દીધા બાદ તેનું સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. મેડિકલ ચેકઅપના રિપોર્ટ બાદ રાજવ મોદીની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. દુષ્કર્મ પીડિતાએ કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આક્ષેપ કર્યા છે. એ સાથે જ યુવતીએ બીજી અનેક યુવતીઓની સાથે રાજીવ મોદીએ જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
હ્યુમન ટ્રાફિકીંકનો કેસ લાગી શકે
બલ્ગેરિયન યુવતીએ પોલીસ સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું છે કે, રાજીવો મોદી યુવતીઓને નોકરીની લાલચ આપી અને નોકરીની લાલચ આપીને રાજીવ મોદી યુવતીઓને ભોગ બનાવે છે. યુવતનીએ રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મ સિવાય વધુ એક કેસ હ્યુમન ટ્રાફિકીંગ હેઠળ નોંધવા માટે માંગણી કરી છે. પિડીતાએ રાજીવ મોદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. દુષ્કર્મ પિડિતા બલ્ગેરિય યુવતીએ દુષ્કર્મના આરોપી રાજીવ મોદીની ધરપકડ કરવા માંગ કરી છે.
દુષ્કર્મની ફરિયાદ
તાજેતરમાં જ કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી યુવતીએ રાજીવ મોદી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354, 506(2) મુજબ ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
DIG કક્ષાના અધિકારી કરશે કેસની તપાસ
મૂળ બલ્ગેરિયાની યુવતીએ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી દાખલ કરી હતી. જે બાદ હવે કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુધારે ચુકાદો આપ્યો હતો. જસ્ટીસે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યા હતા. જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે તપાસ કરવા આદેશ અપાયા છે. અહીં મહત્વનું છે કે મહિલા પોલીસ મથકના ACP હિમલા જોષીએ યુવતી પાસે કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હોવાની પણ વાત સામે આવી છે. મહિલા ACPએ યુવતીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને સહીઓ કરાવી લઇ છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.


