- તળાવની સફાઈ કરનાર શિક્ષકે પાલિકાના સત્તાધીશોને આજીજી પણ કરી હતી
- શિક્ષકની મદદ માટે તૈયાર ન થનાર નગરપાલિકા હવે તળાવની કાયપલટ કરી
- વિકાસની વાતો કરતાં શહેરીજનોમાં તંત્ર સામે ઊઠયા અનેક સવાલો
પાલનપુર નગરપાલિકા વિસ્તારનુ ઐતિહાસિક તળાવ એક સમયે પીવાના પાણી માટે એકમાત્ર સ્ત્રોત સમુ હતુ. તે માનસરોવર તળાવ હવે ગંદા પાણીથી ખદબદી રહ્યુ છે. જ્યાં આખાય શહેરનુ ગંદુ પાણી ઠાલવીને ખુદ પાલિકાના શાસકોએ ગંદકીમાં ગરકાવ કરેલા તળાવમાં ભુગનવેલ ઉગી નીકળતા તળાવમાં રહેતા જળચર પ્રાણીઓ માટે શ્વાસ પણ લઈ ન શકે તેવી સ્થિતિ સર્જાતા આ વરવી હાલત જોઈને શહેરમાં ક્લાસીસ દ્વારા યુવાનોને સરકારી નોકરીમાં ગાઈડ કરતાં ડૉ રવિભાઈ સોનીએ બીડુ ઝડપ્યુ ત્યારે સૌ એ એવુ વિચાર્યુ હતુ કે આ કામ અશક્ય છે.પણ જે અશક્યને શક્ય બનાવવાની હિંમત રાખે છે.તેવા રવિભાઈએ છેલ્લા છ મહીનાનં પોતાના ખર્ચે તળાવમાંથી ભુગનવેલ બહાર કાઢવા જહેમત ઉઠાવી તે જોઈને કેટલાક લોકો આગળ આવ્યા અને રવિભાઈની સાથે જોડાયા અને આર્થિક રીતે પણ સહયોગ આપ્યો અને મશીનરી વસાવી અને તળાવમાં પાંગરેલી ભુગનવેલનો લગભગ સફાયો કર્યો.આ જોઈને પાલિકાના શાસકોની આબરૂ જાય તેવી સ્થિતિ આવતા આખરે પાલિકાના શાસકોએ આ કામગીરી કરવા માટે જાહેરાત કરી અને આશરે પોણાઆઠ કરોડના ખર્ચે માનસરોવરનુ બ્યુટીફીકેશન કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.ત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બ્યુટીફીકેશનના નામે રૂપિયા અઢી કરોડનુ આંધણ કરેલ જે નિષ્ફળ ગયુ હતુ.હવે ફરીથી માનસરોવર તળાવ કે જેમાં આખા ગામનુ ગટરનુ પાણી ઠાલવીને એટલી હદે ગંદકીમાં ગરકાવ કર્યુ છે કે અહીં પાંચ મિનિટ ઉભા પણ રહી શકાય તેમ નથી.તે ગંદુ પાણી કઈ રીતે નીકળી શકશે.તે અંગે સામાન્ય માણસ પણ વિચારી શકે તેવી સીધી વાત છે.ત્યારે બ્યુટીફીકેશનના નામેપોણા આઠ કરોડની ખાયકી કરવાની કરવામાં આવી રહ્યાની શહેરજનોમાં ચર્ચાએ જોર પકડયુ છે.ત્યારે છેલ્લા છ માસમાં રવિભાઈ સોની તળાવની સફાળ પાછળ આશરે ત્રણેક લાખ રૂપિયાનો ખર્ચ કરેલ હોવાનુ જણાવ્યુ છે.ત્યારે પાલિકાતંત્ર પોણાઆઠ કરોડ રૂપિયાનો ખર્ચ કઈ રીતે દર્શાવ્યો હશે.તે પણ લોકોમાં શંકાને સ્થાન આપી રહ્યા છે.
સફાઈ કરનાર શિક્ષક શું કહે છે ? તળાવની સફાઈ છેલ્લા છ મહીનાથી એકલા હાથે સ્વ ખર્ચે અને સહયોગથી કરવામાં આવી છે.અને મોટાભાગની કામગીરી પૂર્ણ કરી છે.ત્યારે હવે પ્રજાના રૂપિયા સાત કરોડ એક્યાસી લાખનો ખર્ચ કરવા પાછળ શુ આશય હોઈ શકે તે લોકો સમજી શકે છે.મે જ્યારે મદદ માગી ત્યારે મને મદદ ન મળી અને હવે જે કામગીરી થાય તે અંગે લોકોને હિસાબ મળવો જોઈએ.જો આ કામ નગરપાલીકાએ વહેલા કર્યુ હોત તો મારે અને મારા મિત્રોને આ ગંદકીમાં ઉતરવુ પડયુ ન હતું.
ઉપરોક્ત ટેન્ડરની રકમ રૂપિય્ય 7.81 પર 18 ટકા પ્રમાણે જીએસટી ભરવાની થાય તો 1.40 કરોડ ઉપરાંત ની રકમ જીએસટી પેટે ભરવી પડશે.આમ નગરપાલિકામાં કુલ રકમ નવ કરોડને આબ જશે.આમ અગાઉ પણ બ્યુટીફીકેશનના નામે ખર્ચાયેલા નાણાં બાદ માનસરોવર ગંદકીમાં ગરકાવ થયુ છે.ત્યારે તેને રીપીટ કરવા પાછળ ક્યુ પરિબળ કામ કરી રહ્યુ છે.તે અંગે લોકોમાં મામલો ચર્ચાની એરણે ચડયો છે.
ચીફ ઓફિસર શું કહે છે ?
આ અંગે ચીફઓફીસર નવનીતભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ટેન્ડરમાં માત્ર સફાઈનુ કામ નથી.તેમાં ડેવલોપમેન્ટનુ કામ પણ આપવામાં આવેલ છે.જેમાં શહેરના લોકોને વોકીંગ માટેનો ટ્રેક બનાવાશે તેમજ શહેરીજનો માટે પીકનીકનુ સેન્ટર બને તે પ્રમાણે આયોજન કરવામાં આવનાર છે.


