- નિર્ધારિત સમય 1-1થી, શૂટઆઉટ 11-11થી સરભર રહ્યા બાદ વિજેતા જાહેર કરવા સિક્કાનો સહારો લેવાયો
- નિર્ધારિત 90 મિનિટનો સમય 1-1થી સરભર રહ્યો હતો
- ભારત માટે આઠમી મિનિટે ગોલ કરીને સ્કોર 1-0નો કર્યો હતો
છેલ્લી ઘડી સુધી રોમાંચક બનેલી સાફ અંડર-19 વિમેન્સ ફૂટબોલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને ટોસ ઓફ કોઇનમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. નિર્ધારિત 90 મિનિટનો સમય 1-1થી સરભર રહ્યો હતો. ભારત માટે આઠમી મિનિટે ગોલ કરીને સ્કોર 1-0નો કર્યો હતો. મેચની અંતિમ પળોમાં બાંગ્લાદેશની 83મી મિનિટે સગોરિકાએ ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઇમ આપવાના બદલે રેફરીએ સીધું પેનલ્ટી શૂટઆઉટ શરૂ કર્યું હતું. તેમાં પણ સ્કોર 11-11થી સરભર રહ્યા બાદ રેફરીએ વિજેતા જાહેર કરવા માટે સિક્કો ઉછાળવાનો નિર્ણય કર્યો હતો જેમાં ભારત જીતી ગયું હતું. બાંગ્લાદેશના ખેલાડીઓ તથા સ્થાનિક સમર્થકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ આયોજકોએ ભારતને ચેમ્પિયન જાહેર કર્યું હતું. નોંધનીય છે કે ગ્રૂપ મેચમાં બાંગ્લાદેશે ભારતને 1-0થી પરાજય આપ્યો હતો જેનો ભારતીય ટીમે ફાઇનલમાં હિસાબ સરભર કર્યો હતો.


